PM Narendra Modi વાવોલના શાલીન-2માં સૂર્ય ઘર યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓને મળશે

PM મોદી ગાંધીનગરના વાવોલની મુલાકાત લેશે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે સાથે સાથે,વાવોલમાં સોલાર રૂપ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે આજે સવારે 9.45 કલાકે લાભાર્થીઓને મળવા જશે PM મોદી,લાભાર્થીઓના ઘરે જઈને PM મોદી કરશે મુલાકાત તેમજ સોસાયટીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી સોલાર પેનલ નિહાળશે,PM મોદી 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળશે. આખી સોસાયટીમાં સોલાર પેનલ ગાંધીનગરના વાવોલમાં આવેલ શાલીન-2માં 100 એપાર્ટમેન્ટ અને 25 બંગ્લો આવેલા છે.આ આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવેલી છે.સોસાયટીના 89 પરિવારોએ સોલર પેનલ સિસ્ટમ લગાવી છે.પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે.પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦ ટકા વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે. રહેણાંક મકાનો પર સોલાર પેનલ લાગી રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ. લાભાર્થીઓને રૂ. ૩૧૫૫ કરોડ સબસીડી ચૂકવાઈ ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૬.૯૪ લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ ૨૭૪૪ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂ. ૩૧૫૫ કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને રૂ. ૩૨૬૦ કરોડની વીજ બીલમાં બચત થઈ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂ. ૩૩૦ કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. ૯૯૩ કરોડની માતબર જોગવાઈ કરી છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું ૫૨% યોગદાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૨.૪૯ લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.  

PM Narendra Modi વાવોલના શાલીન-2માં સૂર્ય ઘર યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓને મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM મોદી ગાંધીનગરના વાવોલની મુલાકાત લેશે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે સાથે સાથે,વાવોલમાં સોલાર રૂપ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે આજે સવારે 9.45 કલાકે લાભાર્થીઓને મળવા જશે PM મોદી,લાભાર્થીઓના ઘરે જઈને PM મોદી કરશે મુલાકાત તેમજ સોસાયટીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી સોલાર પેનલ નિહાળશે,PM મોદી 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળશે.

આખી સોસાયટીમાં સોલાર પેનલ

ગાંધીનગરના વાવોલમાં આવેલ શાલીન-2માં 100 એપાર્ટમેન્ટ અને 25 બંગ્લો આવેલા છે.આ આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવેલી છે.સોસાયટીના 89 પરિવારોએ સોલર પેનલ સિસ્ટમ લગાવી છે.પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે.પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦ ટકા વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે.

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લાગી

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.

લાભાર્થીઓને રૂ. ૩૧૫૫ કરોડ સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૬.૯૪ લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ ૨૭૪૪ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂ. ૩૧૫૫ કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને રૂ. ૩૨૬૦ કરોડની વીજ બીલમાં બચત થઈ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂ. ૩૩૦ કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. ૯૯૩ કરોડની માતબર જોગવાઈ કરી છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું ૫૨% યોગદાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૨.૪૯ લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.