Policeમાં લાગ્યા પહેલા યુવકે ખોટો કોલલેટર બનાવ્યો, શારીરિક કસોટીમાં પહોંચતા ફૂટયો ભાંડો

Jan 23, 2025 - 11:00
Policeમાં લાગ્યા પહેલા યુવકે ખોટો કોલલેટર બનાવ્યો, શારીરિક કસોટીમાં પહોંચતા ફૂટયો ભાંડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત પોલીસમાં લાગ્યા પહેલા જ એક યુવકે ખોટુ કામ કર્યુ,સમાચાર વાંચીને તમે પણ ચૌંકી ઉઠશો,મહેસાણામાં ખોટો કોલલેટર બનાવીને યુવક પોલીસની શારીરિક કસોટીમાં પહોંચ્યો હતો અને ગ્રાઉન્ડ પર પહોંચ્યો તો અસલી પોલીસે કોલલેટર હાથમાં જોઈને જ તેને સાઈડમાં રાખ્યો અને પૂછપરછ કરી તો મામલો સામે આવ્યો હતો અને યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

ખોટા કોલ લેટર સાથે શારીરિક પરીક્ષા આપવા આવ્યો

પોલીસની તપાસમાં સામે આવ્યું કે મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખીને યુવક પરીક્ષા આપવા માટે આવ્યો હતો અને કલોલના દીપ પરમારને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.લોકરક્ષક અને પીએસઆઇની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલી રહી છે જેમા આ ડમી ઉમેદવાર ઝડપાયો છે.મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

પોલીસે હાથધરી તપાસ

મહેસાણામાં મિત્રના કોલ લેટર ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઇની પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર દોડવા આવેલા કલોલના યુવકને પરીક્ષા લઈ રહેલી પોલીસની ટીમે રજિસ્ટ્રેશન દરમિયાન જ ઝડપી પાડ્યો હતો. ખોટો કોલ લેટર બનાવીને આવેલા આ યુવક સામે વાયરલેસ પીએસઆઇએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે બનાસકાંઠામાં દોડ દરમિયાન એકનું મોત

RPF ગ્રૂપ 11 વાવ ખાતે પોલીસ ભરતીને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના યુવક શારીરિક કસોટી આપવા આવ્યા હતા. જ્યારે તેઓ દોડી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ગ્રાઉન્ડ પર ઢળી પડયા હતા અને મોતને ભેટ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0