Banaskanthaના અંબાજીમાં 6 નરાધમોએ સગીરા પર કર્યો ગેંગરેપ, આરોપીઓ પોલીસ પકડથી દૂર
બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ 15 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આવી છે,ગબ્બર નજીક ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ બાબતે સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સગીરા જઈ રહી હતી તે દરમિયાન તેને ખેંચીમાં ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે.6 નરાધમોએ બળજબરીથી આચર્યું દુષ્કર્મ બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ ગબ્બર નજીક ઝાડીમાં સગીરાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યુ છે.સગીરા શખ્સને ઓળખતી હોવાથી બાઈક પર બેઠી હતી પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે આવી ઘટના બનશે,ત્યારે નરાધમ લાલા પરમાર સહિત 6 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.સગીરાએ ઘરે આવીને તેની માતાને આ વાતની ફરિયાદ કરી હતી અને માતાએ પોલીસને વાત કરતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી અને ફરિયાદ નોંધી હતી. તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ સગીરાના તમામ રીપોર્ટ કઢાવ્યા છે અને ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે,ત્યારે આ ઘટનામાં પોલીસને આસપાસના સીસીટીવી મળ્યા નથી તેમજ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે,ત્યારે આ ઘટના બનતા અંબાજી પંથકમાં રોષની લાગણી જોવા મળી છે,ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે,આ ઘટના ખરાબ કહેવાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી માંગ પણ કરી છે. બાઈક પર બેસાડી સગીરાને અંબાજી નજીકના ગામમાં રહેતી એક સગીરા સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. તેણી ગબ્બર સર્કલે ઉભી હતી. ત્યારે તેણીનો ઓળખીતો દાંતા તાલુકાના ઘોડા ટાંકણીનો લાલાભાઇ નાનાભાઇ પરમાર બાઇક લઇને આવ્યો હતો. જેની પાછળ અજાણ્યા બે શખ્સો બેઠા હતા. અને ક્યાં જવુ છે. તેની પૃચ્છા કરી હતી. સગીરાએ મોટા બાપાના ઘરે જવાનું કહેતા શખ્સે ત્યાં ઉતારી લઇશ તેમ કહી બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય ત્રણ શખ્સો ઉભા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -