Khedaના ચકલાસીમાં ઘરમાં ઘુસીને વૃદ્ધાનું મોઢું દબાવી સોનાના દાગીનાની ચલાવાઈ લૂંટ

Dec 2, 2024 - 14:30
Khedaના ચકલાસીમાં ઘરમાં ઘુસીને વૃદ્ધાનું મોઢું દબાવી સોનાના દાગીનાની ચલાવાઈ લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લામાં ઠંડીમાં જાણે લૂંટારુઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.ચકલાસીમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી લૂંટ ચલાવવામાં આવી છે,જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી છે,પોલીસે ઘરની આસપાસ અને રોડની બહાર સીસીટીવી કેમેરા તપાસ માટે લીધા છે અને તપાસ કરી રહી છે.

પોલીસે નોંધ્યો ગુનો

સોનાના દાગીના ખેંચી બન્ને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા અને 1.70 લાખથી વધુના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે,વૃદ્ધા રાત્રે સુઈ ગયા હતા અને તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરે આવ્યા અને લૂંટ કરી પહેલા વૃદ્ધાને મોંઢાના ભાગે રૂમાલ બાંધ્યો અને તેમને બાંધી દેવામાં આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો,વૃદ્ધાની ઉંમર 75 વર્ષ છે અને કાનમાં પહેરેલી બુટ પણ ખેંચી લેવામાં આવી હતી જેના કારણે વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

75 વર્ષીય વૃદ્ધા રાત્રે સૂતા હતા ત્યારે કરી લૂંટ

ચકલાસી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાઈ છે જેમાં મહિલાના શરીરે પહેરેલા સોનાના દાગીના ખેંચી બે લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.ચકલાસીના દેવકાપુરા વિસ્તારમાં કાળકા માતાના મંદિર પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધા લુંટાયા છે.75 વર્ષીય જાનાબેન સોડાભાઈ ભરવાડ રાત્રે સુઈ રહ્યા હતા તે દરમિયાન મોઢું દબાવી લૂંટ કરી હતી,વૃદ્ધા ઘરમાં એકલા હતા અને લૂંટ ચલાવવામાં આવી છે.જાનાબેને સમગ્ર હકીકત ભાણિયાને જણાવતા સારવાર અર્થે દવાખાને સારવાર કરાવી ચકલાસી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે એફએસેલની મદદ પણ લીધી છે.

અમદાવાદના નરોડામાં પણ લૂંટની ઘટના

નરોડામાં એસ્ટેટ બ્રોકરની ઓફિસમાં તલવાર સાથે ઘૂસેલા 4 જણાંએ તોડફોડ કરી ડ્રોઅરમાંથી રૂ.1 લાખની લૂંટ કરી ફરાર થયા બાદ એસ્ટેટ બ્રોકરને ફોનથી ધમકી આપતા એસ્ટેટ બ્રોકરે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.જે બાદ મુકેશે દેવીસિંહને ફોન કરીને તારે પોલીસ કેસ કરવો હોય તો કરી દેજે હું કોઈથી ડરતો નથી કહી ધમકી આપી હતી. જેથી આ મામલે દેવીસિંહે નરોડા પોલીસમાં ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0