Ahmedabad: રેલવે પોલીસ દ્વારા સોના ચાંદીના દાગીના સાથે એક આરોપીની ધરપકડ

રેલવેમાં વધી રહેલી ચોરીના બનાવોને રોકવા માટે રેલવે પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં ચોરીના 11 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર હતો ત્યારથી ચોરીને અંજામ આપતો હતો. પોલીસે 2,50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. સાબીર ઉર્ફે રેહાન શેખની ધરપકડ રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સાબીર ઉર્ફે રેહાન શેખ છે. જેની ઉંમર 18 વર્ષ અને બે મહિના છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની તપાસ કરતા આરોપી 11 મોબાઈલ સાથે પકડાયો હતો. આરોપીના ઘરની તપાસ કરતા સોના ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે તમામ મુદ્દામાલ અલગ અલગ સમયે રેલવેમાં મુસાફરી દરમિયાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું. આરોપી નડિયાદથી અમદાવાદ વચ્ચેની ટ્રેનમાં સફર કરતો અને ચોરીને અંજામ આપી કોઈ પણ સ્ટેશન પર ઉતરી જતો હતો. આરોપી સગીર હતો ત્યારે પણ ચોરી કરતા ઝડપાયેલ રેલવે પોલીસે આરોપી અંગે તપાસ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે આશરે એકાદ વર્ષ પહેલા જ્યારે તે સગીર હતો તે સમયે પણ તેના સહ આરોપી જયેશ સોલંકી અને નૂરજહાં દિવાન સાથે મળીને અંજામ આપતો. અને ચોરીના મોબાઈલ એક સાથે અલગ અલગ માર્કેટમાં સસ્તા ભાવે વહેંચી દેતો હતો. આજે પણ ચોરીના મોબાઈલ લે-વેચે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો છે. જેમાં અમદાવાદ રેલવે અને નડિયાદ રેલવેના કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ પહેલા પણ આરોપી બે ચોરીના ગુનામાં ઝડપાયો હતો. મહત્વનું છે કે, ચોરીના મોટાભાગના ગુનાઓ છેલ્લા બે મહિનામાં જ તેને કર્યા હતા. આરોપી ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં પ્રવાસ કરતો અને ચોરીને અંજામ આપ્યા બાદ કોઈ પણ સ્ટેશનને ઉતરી જતો હતો. મોબાઈલ કોને વેચ્યા તેની તપાસ ચાલુ ઝડપાયેલા આરોપી સાબીર શેખ મૂળ આણંદના બોરસદનો વતની છે. જેથી ચોરીના મોબાઈલ કે આણંદ અથવા તેની આસપાસના વિસ્તારમાં વેચતો હોય તેવી પોલીસને શંકા છે. જેથી આ મોબાઈલ તેણે ક્યાં અને કોને વેચ્યા છે અને તેની સાથે કોણ કોણ સામેલ છે તેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: રેલવે પોલીસ દ્વારા સોના ચાંદીના દાગીના સાથે એક આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રેલવેમાં વધી રહેલી ચોરીના બનાવોને રોકવા માટે રેલવે પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં ચોરીના 11 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર હતો ત્યારથી ચોરીને અંજામ આપતો હતો. પોલીસે 2,50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

સાબીર ઉર્ફે રેહાન શેખની ધરપકડ

રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સાબીર ઉર્ફે રેહાન શેખ છે. જેની ઉંમર 18 વર્ષ અને બે મહિના છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની તપાસ કરતા આરોપી 11 મોબાઈલ સાથે પકડાયો હતો. આરોપીના ઘરની તપાસ કરતા સોના ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે તમામ મુદ્દામાલ અલગ અલગ સમયે રેલવેમાં મુસાફરી દરમિયાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું. આરોપી નડિયાદથી અમદાવાદ વચ્ચેની ટ્રેનમાં સફર કરતો અને ચોરીને અંજામ આપી કોઈ પણ સ્ટેશન પર ઉતરી જતો હતો.

આરોપી સગીર હતો ત્યારે પણ ચોરી કરતા ઝડપાયેલ

રેલવે પોલીસે આરોપી અંગે તપાસ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે આશરે એકાદ વર્ષ પહેલા જ્યારે તે સગીર હતો તે સમયે પણ તેના સહ આરોપી જયેશ સોલંકી અને નૂરજહાં દિવાન સાથે મળીને અંજામ આપતો. અને ચોરીના મોબાઈલ એક સાથે અલગ અલગ માર્કેટમાં સસ્તા ભાવે વહેંચી દેતો હતો. આજે પણ ચોરીના મોબાઈલ લે-વેચે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો છે. જેમાં અમદાવાદ રેલવે અને નડિયાદ રેલવેના કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ પહેલા પણ આરોપી બે ચોરીના ગુનામાં ઝડપાયો હતો. મહત્વનું છે કે, ચોરીના મોટાભાગના ગુનાઓ છેલ્લા બે મહિનામાં જ તેને કર્યા હતા. આરોપી ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં પ્રવાસ કરતો અને ચોરીને અંજામ આપ્યા બાદ કોઈ પણ સ્ટેશનને ઉતરી જતો હતો.

મોબાઈલ કોને વેચ્યા તેની તપાસ ચાલુ

ઝડપાયેલા આરોપી સાબીર શેખ મૂળ આણંદના બોરસદનો વતની છે. જેથી ચોરીના મોબાઈલ કે આણંદ અથવા તેની આસપાસના વિસ્તારમાં વેચતો હોય તેવી પોલીસને શંકા છે. જેથી આ મોબાઈલ તેણે ક્યાં અને કોને વેચ્યા છે અને તેની સાથે કોણ કોણ સામેલ છે તેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.