BZ ગ્રૂપ કૌંભાડને સમજવા માટે CID ક્રાઈમને લેવી પડી CAની મદદ
BZ ગ્રૂપ કૌંભાડના મહાઠગની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે,જેમા કૌભાંડનો આંકડો અંદાજે રૂ. 422 કરોડ સુધી પહોંચ્યો છે સાથે સાથે નાણાંની હેરફેર કરવા 5 ખાનગી બેન્કમાં 20 ખાતા ખોલાયા હોવાની વાત સામે આવી છે,આ આખા કૌભાંડને સમજવા CID ક્રાઈમને CAની મદદ લેવી પડી છે અને સીએ મારફતે અધિકારીઓ આ કૌંભાડને હજી સમજી રહ્યાં છે.પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા સામે આવી છે,CIDની તપાસની ગંધ ઝાલાને અગાઉથી આવી ગઈ હોવાથી તેણે વેબસાઈટને બંધ કરાવી દીધી છે,સૌથી ઓછું રોકાણ રૂપિયા 100નું કરાવી શકાતું હતું તેવી પણ સ્કીમ ચલાવતો હતો તો તેણે અત્યાર સુધીમાં રૂ.250 કરોડનું ચૂકવણું કરી દીધું છે,તો રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના હજુ બાકી છે.પૈસા પરત આપવા ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે. બીઝેડ ગ્રૂપમાં મોટા લોકોએ પણ રોકાણ કર્યા રૂપિયા બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા. કોર્ટે 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ આજે કોર્ટે મંજૂર કર્યા હતા,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે,બીજી તરફ સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત સામે આવી છે,રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં કરાયો હતો રજૂ.. કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાન્ડ,ઝાલા મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપ કૌંભાડના મહાઠગની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે,જેમા કૌભાંડનો આંકડો અંદાજે રૂ. 422 કરોડ સુધી પહોંચ્યો છે સાથે સાથે નાણાંની હેરફેર કરવા 5 ખાનગી બેન્કમાં 20 ખાતા ખોલાયા હોવાની વાત સામે આવી છે,આ આખા કૌભાંડને સમજવા CID ક્રાઈમને CAની મદદ લેવી પડી છે અને સીએ મારફતે અધિકારીઓ આ કૌંભાડને હજી સમજી રહ્યાં છે.
પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા સામે આવી છે,CIDની તપાસની ગંધ ઝાલાને અગાઉથી આવી ગઈ હોવાથી તેણે વેબસાઈટને બંધ કરાવી દીધી છે,સૌથી ઓછું રોકાણ રૂપિયા 100નું કરાવી શકાતું હતું તેવી પણ સ્કીમ ચલાવતો હતો તો તેણે અત્યાર સુધીમાં રૂ.250 કરોડનું ચૂકવણું કરી દીધું છે,તો રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના હજુ બાકી છે.પૈસા પરત આપવા ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે.
બીઝેડ ગ્રૂપમાં મોટા લોકોએ પણ રોકાણ કર્યા રૂપિયા
બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા.
કોર્ટે 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ આજે કોર્ટે મંજૂર કર્યા હતા,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે,બીજી તરફ સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત સામે આવી છે,રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં કરાયો હતો રજૂ.. કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાન્ડ,ઝાલા મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો.