Suratમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે, આકાશી દ્રશ્યો આવ્યા સામે
સૂર્ય પુત્રી તાપી નદીનો અદ્ભુત આકાશી નજારો આવ્યો સામે સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને સ્વરૂપ આવ્યું સામે નદીમાંથી દરિયામાં 2.98 લાખ ક્યૂસેક પાણી છોડ્યું સુરતમાં નવા નીરથી બે કાંઠે વહી ઉઠી સુર્ય પુત્રી તાપી નદી,સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે,સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે,હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં આવી રહ્યા છે નવા નીર.ઉકાઈ ડેમમાંથી છોડાયેલુ પાણી સુર્ય પુત્રી તાપી નદીમાં આવે છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે,તાપી નદીમાંથી દરિયામાં 2.98 લાખ ક્યુસેક્સ પાણી વહી રહ્યું છે.તાપી નદી હાલ 10.04 મિટરની જળ સપાટી પર ચાલી રહી છે.સુરત જિલ્લાના એક માત્ર દેવઘાટ ધોધનો રસ્તો કરવામાં આવ્યો છે બંધ.ઉમરપાડામાં ધોધમાર વરસાદને લઈ રોડ ધોવાયો છે.ખાડીના પાણી ફરી વળતા પુલિયાના એપ્રોચ ધોવાયો છે,હાલ વરસાદની સિઝનમાં દેવઘાટ ધોધ પર ભારે સહેલાણીઓનો ધસારો વધ્યો છે.પ્રકૃતિના સૌંદર્ય થી ભરપૂર છે ધોધનો નજારો.મધર ઈન્ડિયા ડેમ છલકાયોસુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે,મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ તો ભારે વરસાદથી અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ છે.ડેમના આહ્લાદક દ્રશ્યો જોવા સહેલાણીઓ ઉમટ્યા છે.બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઈન્ડીયાનું શૂટિંગ આ જ ડેમ ખાતે કરાયું હતું.મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ આ ડેમ મધરઈન્ડીયા ડેમ તરીકે ઓળખાયો.ચોમાસામાં મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઊઠે છે.ડેમ છલકાતા આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન છે માધરઇન્ડિયા ડેમ.સપ્ટેમ્બર મહિનામા પણ સારો વરસાદ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમબર મહિના પણ વરસાદની આગાહી કરી છે.2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમા સારો વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.12 થી 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલ દ્વારા ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સૂર્ય પુત્રી તાપી નદીનો અદ્ભુત આકાશી નજારો આવ્યો સામે
- સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને સ્વરૂપ આવ્યું સામે
- નદીમાંથી દરિયામાં 2.98 લાખ ક્યૂસેક પાણી છોડ્યું
સુરતમાં નવા નીરથી બે કાંઠે વહી ઉઠી સુર્ય પુત્રી તાપી નદી,સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે,સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે,હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં આવી રહ્યા છે નવા નીર.ઉકાઈ ડેમમાંથી છોડાયેલુ પાણી સુર્ય પુત્રી તાપી નદીમાં આવે છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે,તાપી નદીમાંથી દરિયામાં 2.98 લાખ ક્યુસેક્સ પાણી વહી રહ્યું છે.તાપી નદી હાલ 10.04 મિટરની જળ સપાટી પર ચાલી રહી છે.સુરત જિલ્લાના એક માત્ર દેવઘાટ ધોધનો રસ્તો કરવામાં આવ્યો છે બંધ.ઉમરપાડામાં ધોધમાર વરસાદને લઈ રોડ ધોવાયો છે.ખાડીના પાણી ફરી વળતા પુલિયાના એપ્રોચ ધોવાયો છે,હાલ વરસાદની સિઝનમાં દેવઘાટ ધોધ પર ભારે સહેલાણીઓનો ધસારો વધ્યો છે.પ્રકૃતિના સૌંદર્ય થી ભરપૂર છે ધોધનો નજારો.
મધર ઈન્ડિયા ડેમ છલકાયો
સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે,મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ તો ભારે વરસાદથી અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ છે.ડેમના આહ્લાદક દ્રશ્યો જોવા સહેલાણીઓ ઉમટ્યા છે.બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઈન્ડીયાનું શૂટિંગ આ જ ડેમ ખાતે કરાયું હતું.મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ આ ડેમ મધરઈન્ડીયા ડેમ તરીકે ઓળખાયો.ચોમાસામાં મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઊઠે છે.ડેમ છલકાતા આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન છે માધરઇન્ડિયા ડેમ.
સપ્ટેમ્બર મહિનામા પણ સારો વરસાદ રહેવાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમબર મહિના પણ વરસાદની આગાહી કરી છે.2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમા સારો વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.12 થી 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલ દ્વારા ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.