CM ભૂપેન્દ્ર પટેલ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા, વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ

CM ભૂપેન્દ્ર પટેલની કંટ્રોલ રૂમમાં બેઠક સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રાજ્યમાં વરસાદ અને પૂર સ્થિતિ અંગે સમીક્ષા ગુજરાતમાં હાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇમરજન્સી કંટ્રોલરૂમ પહોંચ્યા હતા સાથે સાથે સંબધિત અધિકારીઓ પણ પહોંચ્યા હતા.મહેસુલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા,સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી.જિલ્લા કલેકટરો અને પ્રભારી મંત્રીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. અન્ય કયા જિલ્લામાં નોંધાયો વરસાદ ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.મોરવા હડફમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.ગોધરામાં 4 ઇંચથી વધુ વરસાદ,બોરસદમાં 4 ઇંચથી વધુ વરસાદ,ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ,શહેરા અને ડેસરમાં 4-4 ઇંચ વરસાદ,પાદરામાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,ગળતેશ્વરમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ તો ફતેપુરામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.ધોળકામાં 3 ઇંચથી વધુ વરસાદ,પેટલાદમાં 3 ઇંચથી વધુ વરસાદ,ઉમરેઠમાં 3 ઇંચથી વધુ વરસાદ,માતર, લીમખેડામાં 3-3 ઇંચ વરસાદ,તારાપુર, સાવલી, બાલાસિનોરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. કલેકટર સાથે રાત્રે ટેલિફોનિક ચર્ચા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. અધિકારીઓને જગ્યા ના છોડવા આદેશ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા, વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CM ભૂપેન્દ્ર પટેલની કંટ્રોલ રૂમમાં બેઠક
  • સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર
  • રાજ્યમાં વરસાદ અને પૂર સ્થિતિ અંગે સમીક્ષા

ગુજરાતમાં હાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇમરજન્સી કંટ્રોલરૂમ પહોંચ્યા હતા સાથે સાથે સંબધિત અધિકારીઓ પણ પહોંચ્યા હતા.મહેસુલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા,સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી.જિલ્લા કલેકટરો અને પ્રભારી મંત્રીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

અન્ય કયા જિલ્લામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.મોરવા હડફમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.ગોધરામાં 4 ઇંચથી વધુ વરસાદ,બોરસદમાં 4 ઇંચથી વધુ વરસાદ,ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ,શહેરા અને ડેસરમાં 4-4 ઇંચ વરસાદ,પાદરામાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,ગળતેશ્વરમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ તો ફતેપુરામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.ધોળકામાં 3 ઇંચથી વધુ વરસાદ,પેટલાદમાં 3 ઇંચથી વધુ વરસાદ,ઉમરેઠમાં 3 ઇંચથી વધુ વરસાદ,માતર, લીમખેડામાં 3-3 ઇંચ વરસાદ,તારાપુર, સાવલી, બાલાસિનોરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.


કલેકટર સાથે રાત્રે ટેલિફોનિક ચર્ચા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.

અધિકારીઓને જગ્યા ના છોડવા આદેશ

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે.