કડાણા ડેમના નવ દરવાજા ખોલી મહી નદીમાં 1.57 લાખ ક્યૂસેક પાણી છોડાયું

- ડેમનું લેવલ 127.41 મીટરે પહોંચ્યું - આણંદ જિલ્લાના મહી કાંઠા વિસ્તારના 26 ગામોને એલર્ટ કરાયા : 9 દરવાજા 0.91 મીટર સુધી ખોલાયા  આણંદ : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી. ડેમનું લેવલ ૧૨૭.૪૧ મીટર પહોંચતા નવ દરવાજા ૦.૯૧ મીટર સુધી ખોલતા મહી નદીમાં ૧.૫૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જેથી આણંદ જિલ્લાના મહી કાંઠાના ૨૬ ગામોને એલર્ટ કરાયા હતા. મહીસાગર જિલ્લા તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચાલુ વર્ષે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી. કડાણા ડેમમાં અત્યારસુધી ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શનિવારે ડેમમાં એકાએક પાણીની આવક વધતા ડેમનું લેવલ ૧૨૭.૪૧ મીટર થયું છે. પાણીની આવક વધતા નવ દરવાજા ૦.૯૧ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પરિણામે ડેમમાંથી મહી નદીમાં ૧.૫૭ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મહી કાંઠા વિસ્તારમાં આવેલા બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાનીશેરડી, કોઠીયા ખાડ બદલપુર, વાલોવાડ, આંકલાવના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખ્યાડ, કાનવાડી, આમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી, ગંભીરા, આણંદના ખાનપુર ખેરડા, રાજુપુરા અને ઉમરેઠના પ્રતાપપુરા, ખોરવાડ ગામોને એલર્ટ કરાયા છે. 

કડાણા ડેમના નવ દરવાજા ખોલી મહી નદીમાં 1.57 લાખ ક્યૂસેક પાણી છોડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ડેમનું લેવલ 127.41 મીટરે પહોંચ્યું 

- આણંદ જિલ્લાના મહી કાંઠા વિસ્તારના 26 ગામોને એલર્ટ કરાયા : 9 દરવાજા 0.91 મીટર સુધી ખોલાયા  

આણંદ : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી. ડેમનું લેવલ ૧૨૭.૪૧ મીટર પહોંચતા નવ દરવાજા ૦.૯૧ મીટર સુધી ખોલતા મહી નદીમાં ૧.૫૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જેથી આણંદ જિલ્લાના મહી કાંઠાના ૨૬ ગામોને એલર્ટ કરાયા હતા. 

મહીસાગર જિલ્લા તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચાલુ વર્ષે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી. કડાણા ડેમમાં અત્યારસુધી ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શનિવારે ડેમમાં એકાએક પાણીની આવક વધતા ડેમનું લેવલ ૧૨૭.૪૧ મીટર થયું છે. પાણીની આવક વધતા નવ દરવાજા ૦.૯૧ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પરિણામે ડેમમાંથી મહી નદીમાં ૧.૫૭ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. 

જેથી વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મહી કાંઠા વિસ્તારમાં આવેલા બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાનીશેરડી, કોઠીયા ખાડ બદલપુર, વાલોવાડ, આંકલાવના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખ્યાડ, કાનવાડી, આમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી, ગંભીરા, આણંદના ખાનપુર ખેરડા, રાજુપુરા અને ઉમરેઠના પ્રતાપપુરા, ખોરવાડ ગામોને એલર્ટ કરાયા છે.