Junagadh સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નશાની હાલતમાં બબાલ કરતા ઝડપાયા
જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નશો કરેલી હાલતમાં ઝડપાયા છે,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશ ધૂલેશિયા નશો કરીને ઝાંઝરડા રોડ પર ફરી રહ્યાં હતા અને માથાકૂટ કરતા હતા,તેને કારણે પોલીસે તેમની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.ઝાંઝરાડા રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે. પૂર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન રાજેશ ધૂલેશિયા જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં મળી આવ્યા છે,ઝાંઝરડા રોડ વિસ્તરમાં કે.જે હોસ્પિટલની બાજુમાં ઘણા લોકો ટોળું કરીને ઉભી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી અને સામે આવ્યું કે પૂર્વ સ્ટેન્ડિગ કમિટી નશો કરીને ધમાલ મચાવી રહ્યાં છે તે દરમિયાન તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ કરી હતી,તેમની જીભ પણ અચકાતી હતી અને તેઓ ભાનમાં હતા નહી. પોલીસે કરી ધરપકડ પોલીસે ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે અને જેલ હવાલે કર્યા છે,પોલીસે તેમની ધરપકડ કરીને તેમના લોહીના રીપોર્ટ પણ કરાવ્યા છે તેમાં સામે આવ્યું કે રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં છે.પોલીસે તેમને જામીન તો આપ્યા નહી પણ કોર્ટમાં લઈ જઈને જામીન માટે કાર્યવાહી કરાશે,ત્યારે અગામી સમયમાં અન્ય શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,ધૂલેશિયાએ અગાઉ કોઈ સાથે મગજમારી કરી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી પોલીસે આરોપીની ધરપકડ કરીને કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી કરી છે.આવી રીતે નશો કરીને રસ્તા પર માથાકૂટ કરવી યોગ્ય છે ? એક હોદ્દો ભોગવી ચૂકેલા વ્યકિત જો આવી રીતે નશો કરશે તો તમે પણ વિચાર કરી શકો છો કે તેમની માનસિકતા કેવી હશે,નશો કરીને પોતાની જાતને હોશિયાર માનનારા વ્યકિત પોલીસની હાથકડીમાથી તો નથી છૂટી શકતા પરંતુ અન્ય લોકોની નજરમાં પણ તેઓ ઉતરી જાય છે અને લોકો તેમનાથી દૂર ભાગી જતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નશો કરેલી હાલતમાં ઝડપાયા છે,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશ ધૂલેશિયા નશો કરીને ઝાંઝરડા રોડ પર ફરી રહ્યાં હતા અને માથાકૂટ કરતા હતા,તેને કારણે પોલીસે તેમની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.ઝાંઝરાડા રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.
પૂર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન રાજેશ ધૂલેશિયા
જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં મળી આવ્યા છે,ઝાંઝરડા રોડ વિસ્તરમાં કે.જે હોસ્પિટલની બાજુમાં ઘણા લોકો ટોળું કરીને ઉભી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી અને સામે આવ્યું કે પૂર્વ સ્ટેન્ડિગ કમિટી નશો કરીને ધમાલ મચાવી રહ્યાં છે તે દરમિયાન તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ કરી હતી,તેમની જીભ પણ અચકાતી હતી અને તેઓ ભાનમાં હતા નહી.
પોલીસે કરી ધરપકડ
પોલીસે ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે અને જેલ હવાલે કર્યા છે,પોલીસે તેમની ધરપકડ કરીને તેમના લોહીના રીપોર્ટ પણ કરાવ્યા છે તેમાં સામે આવ્યું કે રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં છે.પોલીસે તેમને જામીન તો આપ્યા નહી પણ કોર્ટમાં લઈ જઈને જામીન માટે કાર્યવાહી કરાશે,ત્યારે અગામી સમયમાં અન્ય શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,ધૂલેશિયાએ અગાઉ કોઈ સાથે મગજમારી કરી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી
પોલીસે આરોપીની ધરપકડ કરીને કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી કરી છે.આવી રીતે નશો કરીને રસ્તા પર માથાકૂટ કરવી યોગ્ય છે ? એક હોદ્દો ભોગવી ચૂકેલા વ્યકિત જો આવી રીતે નશો કરશે તો તમે પણ વિચાર કરી શકો છો કે તેમની માનસિકતા કેવી હશે,નશો કરીને પોતાની જાતને હોશિયાર માનનારા વ્યકિત પોલીસની હાથકડીમાથી તો નથી છૂટી શકતા પરંતુ અન્ય લોકોની નજરમાં પણ તેઓ ઉતરી જાય છે અને લોકો તેમનાથી દૂર ભાગી જતા હોય છે.