Bharuch: ગણેશ ચતુર્થીએ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ ચાલુ રાખવામાં આવતા હિન્દુ સંગઠનનો વિરોધ
ભરૂચ જિલ્લાના મક્તમપુર યુનિવર્સલ સ્કૂલ ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ રાખવામાં આવતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ શાળામાં પહોંચી રજૂઆત કરી જાહેર રજા હોવા છતાં સ્કૂલ કેમ ચાલુ છે તેવો વિરોધ કરતા વિવાદ થયો હતો. આનંદ ચૌદસની રજા હતી એટલે રજા આપી નહીં: પ્રિન્સિપાલ યુનિવર્સલ સ્કૂલ લઘુમતી શાળા હોય અને હિન્દુ તહેવારોમાં રજા ન આપતા હોવાના આક્ષેપ સાથે વિવાદ વધ્યો હતો. હિન્દુ સંગઠનના લોકોએ પ્રિન્સિપલને રૂબરૂ ઉગ્ર રજૂઆત કરતા આખરે બાળકોને રજા આપવી પડી હતી. શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક મલેકએ પોતાના બચાવ પક્ષે કહ્યું, આનંદ ચૌદસની રજા આપીએ છે એટલે ગણેશ ચતુર્થીએ શાળા ચાલુ હતી. જાહેર રજા હોય સમગ્ર ભરૂચ જિલ્લાની શાળાઓ બંધ હોય માત્ર યુનિવર્સલ સ્કૂલ જ ચાલુ રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળતા હિન્દુ સંગઠનોએ સ્કૂલ બંધ કરાવી હતી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે જયારથી ભારતનું બંધારણ નક્કી થયું ત્યારથી ભારતમાં દરેક સંપ્રદાયને યોગ્ય ન્યાય, સવલત અને સંરક્ષણ સરખા જ મળવાપાત્ર છે. અનેક ભાષાઓ, ધર્મ, જાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા ભારત જેવા દેશનું શાસન લોકશાહી ઢબે સંચાલન ઉત્તમ રીતે થાય તે થકી ભારતમાં લોકશાહી, સાર્વભૌમ, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રીય એક્તા અને બંધુતા અને સમાનતાના સિદ્ધાંતોના આધારે દેશમાં કલ્યાણરાજ સ્થાપવાનો મૂળભૂત હેતુ સ્પષ્ટ રહ્યો છે. ગણેશ ચતુર્થીએ સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે તેમ છતાં યુનિવર્સલ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવતા વિવાદ થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના મક્તમપુર યુનિવર્સલ સ્કૂલ ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ રાખવામાં આવતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ શાળામાં પહોંચી રજૂઆત કરી જાહેર રજા હોવા છતાં સ્કૂલ કેમ ચાલુ છે તેવો વિરોધ કરતા વિવાદ થયો હતો.
આનંદ ચૌદસની રજા હતી એટલે રજા આપી નહીં: પ્રિન્સિપાલ
યુનિવર્સલ સ્કૂલ લઘુમતી શાળા હોય અને હિન્દુ તહેવારોમાં રજા ન આપતા હોવાના આક્ષેપ સાથે વિવાદ વધ્યો હતો. હિન્દુ સંગઠનના લોકોએ પ્રિન્સિપલને રૂબરૂ ઉગ્ર રજૂઆત કરતા આખરે બાળકોને રજા આપવી પડી હતી. શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક મલેકએ પોતાના બચાવ પક્ષે કહ્યું, આનંદ ચૌદસની રજા આપીએ છે એટલે ગણેશ ચતુર્થીએ શાળા ચાલુ હતી. જાહેર રજા હોય સમગ્ર ભરૂચ જિલ્લાની શાળાઓ બંધ હોય માત્ર યુનિવર્સલ સ્કૂલ જ ચાલુ રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળતા હિન્દુ સંગઠનોએ સ્કૂલ બંધ કરાવી હતી.
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે
જયારથી ભારતનું બંધારણ નક્કી થયું ત્યારથી ભારતમાં દરેક સંપ્રદાયને યોગ્ય ન્યાય, સવલત અને સંરક્ષણ સરખા જ મળવાપાત્ર છે. અનેક ભાષાઓ, ધર્મ, જાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા ભારત જેવા દેશનું શાસન લોકશાહી ઢબે સંચાલન ઉત્તમ રીતે થાય તે થકી ભારતમાં લોકશાહી, સાર્વભૌમ, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રીય એક્તા અને બંધુતા અને સમાનતાના સિદ્ધાંતોના આધારે દેશમાં કલ્યાણરાજ સ્થાપવાનો મૂળભૂત હેતુ સ્પષ્ટ રહ્યો છે. ગણેશ ચતુર્થીએ સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે તેમ છતાં યુનિવર્સલ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવતા વિવાદ થયો હતો.