Gandhinagar: ગુનેગારને તેની જ ભાષામાં જવાબ...નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી આકરા પાણીએ

ગાંધીનગર ટાઉનહોલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી કે ગુમ થયેલા મોબાઈલ લોકોને પરત કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ 430 મોબાઈલ મુળ માલિકને પરત કરશે. કેન્દ્ર સરકારના આઈસીઈઆર પ્રોજેક્ટ અંતર્ગત મળેલા મોબાઈલ પરત કરશે. રૂપિયા ૭૩ લાખ ની કિંમત ના મોબાઈલ ગાંધીનગર પોલીસે પરત મેળવ્યા છે. મંદિર ચોરીના કિસ્સામાં પરત આવેલો રૂપિયા 47 લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોબાઈલ અને મુદ્દામાલ પરત કરવામાં આવશે.ગાંધીનગર ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી આકરા પાણીએ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વધી રહેલા ક્રાઇમને લઇ પોલીસને એલર્ટ રહેવા સૂચનાઓ આપી હતી. આ સાથે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે. હવે ગુનેગારોની ખેર નહીં: હર્ષ સંઘવીગૃહ રાજ્ય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષામાં જવાબ આપો છે. જો કોઇ પણ ગુનો કરવાનું વિચારે તે હવે ચેતીજજો. રાજ્યના નાગરિકને પોલીસ માન અને સન્માન આપવું, કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો તેને પાણીનો ગ્લાસ પણ આપે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ ગુનેગારને પોલીસ પાણીનો ગ્લાસ ભૂલ થી પણ ન આપતા કારણ કે પછી અમે હાલ ફટાફટ નિર્ણય લઈ રહ્યા છીએ.જામનગરમાં બુલડોઝર ફર્યું, બહેનોને ન્યાય મળ્યોઃ હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જામનગર SP અને આખી ટીમને અભિનંદન... જામનગરમાં બુલડોઝર ફર્યું, બહેનોને ન્યાય મળ્યો છે. સરકારી જમીન પર દબાણ નહીં સાંખી લેવાય...જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નિકળવો જ જોઈએ. પોલીસ સાથે પનારાઓ પાડનાર ગુનેગારની ચાલ પણ બદલાવવી જોઈએ.ગાંધીનગર પોલીસ 430 મોબાઇલ મૂળ માલિકને પરત કરશેતેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ના આઈસીઈઆર પ્રોજેક્ટ અંતર્ગત મળેલા મોબાઈલ પરત કરશે. ગાંધીનગર પોલીસ 430 મોબાઇલ મૂળ માલિકને પરત કરશે. 47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાશે. રૂપિયા 73 લાખની કિંમતના મોબાઈલ ગાંધીનગર પોલીસે પરત મેળવ્યા છે. મંદિર ચોરીના કિસ્સામાં પરત આવેલો રૂપિયા 47 લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવશે.

Gandhinagar: ગુનેગારને તેની જ ભાષામાં જવાબ...નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી આકરા પાણીએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર ટાઉનહોલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી કે ગુમ થયેલા મોબાઈલ લોકોને પરત કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ 430 મોબાઈલ મુળ માલિકને પરત કરશે. કેન્દ્ર સરકારના આઈસીઈઆર પ્રોજેક્ટ અંતર્ગત મળેલા મોબાઈલ પરત કરશે. રૂપિયા ૭૩ લાખ ની કિંમત ના મોબાઈલ ગાંધીનગર પોલીસે પરત મેળવ્યા છે. મંદિર ચોરીના કિસ્સામાં પરત આવેલો રૂપિયા 47 લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોબાઈલ અને મુદ્દામાલ પરત કરવામાં આવશે.

ગાંધીનગર ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી આકરા પાણીએ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વધી રહેલા ક્રાઇમને લઇ પોલીસને એલર્ટ રહેવા સૂચનાઓ આપી હતી. આ સાથે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. નિર્દોષોને રંઝાડનારા સામે હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે. 

હવે ગુનેગારોની ખેર નહીં: હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષામાં જવાબ આપો છે. જો કોઇ પણ ગુનો કરવાનું વિચારે તે હવે ચેતીજજો. રાજ્યના નાગરિકને પોલીસ માન અને સન્માન આપવું, કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો તેને પાણીનો ગ્લાસ પણ આપે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ ગુનેગારને પોલીસ પાણીનો ગ્લાસ ભૂલ થી પણ ન આપતા કારણ કે પછી અમે હાલ ફટાફટ નિર્ણય લઈ રહ્યા છીએ.

જામનગરમાં બુલડોઝર ફર્યું, બહેનોને ન્યાય મળ્યોઃ હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જામનગર SP અને આખી ટીમને અભિનંદન... જામનગરમાં બુલડોઝર ફર્યું, બહેનોને ન્યાય મળ્યો છે. સરકારી જમીન પર દબાણ નહીં સાંખી લેવાય...જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નિકળવો જ જોઈએ. પોલીસ સાથે પનારાઓ પાડનાર ગુનેગારની ચાલ પણ બદલાવવી જોઈએ.

ગાંધીનગર પોલીસ 430 મોબાઇલ મૂળ માલિકને પરત કરશે

તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ના આઈસીઈઆર પ્રોજેક્ટ અંતર્ગત મળેલા મોબાઈલ પરત કરશે. ગાંધીનગર પોલીસ 430 મોબાઇલ મૂળ માલિકને પરત કરશે. 47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાશે. રૂપિયા 73 લાખની કિંમતના મોબાઈલ ગાંધીનગર પોલીસે પરત મેળવ્યા છે. મંદિર ચોરીના કિસ્સામાં પરત આવેલો રૂપિયા 47 લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવશે.