Vadodaraમાં પી.વી.મુરજાની આપઘાત કેસ, પોલીસ દીકરી અને માતાની કરી રહી છે શોધખોળ
વડોદરામાં પી.વી.મુરજાની આપઘાત મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે,પોલીસને શંકા છે કે,માતા અને દીકરી દેવગઢ બારીયામાં છુપાયા છે,આપઘાત કર્યા બાદ માતા અને દીકરી બન્ને ફરાર થઈ ગયા છે,પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે,કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે પી.વી.મુરજાની કામ કરી રહ્યાં હતા.પોલીસ ગુપ્ત રીતે માતા અને દીકરીની કરી રહી છે તપાસ. મુરજાનીએ કેટલા નાણાકીય વ્યવહાર કર્યા તેની તપાસ પોલીસે છેલ્લા બે દિવસથી આ કેસમાં તપાસનો ધમધમાટ કર્યો છે.મુરજાનીની ઓફિસના અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે.પોલીસ આ સમગ્ર કેસમાં પરિવારના સભ્યોનું નિવેદન નોંધશે અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરશે,9 તારીખના રોજ પોતાની રિવોલ્વરથી ગોળી મારી મુરજાણીએ કર્યો હતો આપઘાત જેમાં માનેલી દીકરી અને તેની માતા કારણભૂત હોવાની સ્યુસાઇડ નોટ વાયરલ કરી હતી. કોણ હતા પી.વી. મુરજાણી? વર્ષ 1993માં વડોદરા શહેરના સૂરસાગરમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મોતને ભેટનારા 22 મૃતકોના પરિવારજનોએ જાગૃત નાગરિક ગ્રાહક સંસ્થામાં ફરિયાદ કરી હતી અને એ કેસ પી.વી.મુરજાણી લડ્યા હતા અને સૂરસાગરમાં 22 વ્યક્તિ મોતને ભેટી ત્યારે વર્ષો સુધી લડ્યા પછી એક-એક વ્યક્તિને 10 લાખ, 20 લાખ અને 30 લાખ રૂપિયાનું વળતર તેમને અપાવ્યું હતું. નવી કારને લઈને પણ હતો વિવાદ મુરજાનીએ લાંભ પાંચમના દિવસે નવી કાર ખરીદી કરી હતી અને તેઓએ તેમની માનીતી દીકરી અને તેની માતાને કારમાં બેસાડી હતી અને સાથે સાથે ફોટા પડાવી નવી કારનો ઉત્સાહ પણ દાખવ્યો હતો પરંતુ તેમની માનીતી દીકરી તેમને વારંવાર કહેતી હતી કે તમે તમારી નવી કારમાં તમારી પત્નીને ના બેસાડો નહીતર હું ઝઘડો કરીશ તેમ કહીને વારંવાર ત્રાસ આપતી હોવાની વાત પણ સામે આવી છે તો મુરજાણીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી અને તે સ્યુસાડ નોટ તેમના મિત્ર વર્તુળમાં વોટસઅપ મારફતે વાયરલ કરી હતી જેમાં અનેક વાતો તેમણે લખી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં પી.વી.મુરજાની આપઘાત મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે,પોલીસને શંકા છે કે,માતા અને દીકરી દેવગઢ બારીયામાં છુપાયા છે,આપઘાત કર્યા બાદ માતા અને દીકરી બન્ને ફરાર થઈ ગયા છે,પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે,કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે પી.વી.મુરજાની કામ કરી રહ્યાં હતા.પોલીસ ગુપ્ત રીતે માતા અને દીકરીની કરી રહી છે તપાસ.
મુરજાનીએ કેટલા નાણાકીય વ્યવહાર કર્યા તેની તપાસ
પોલીસે છેલ્લા બે દિવસથી આ કેસમાં તપાસનો ધમધમાટ કર્યો છે.મુરજાનીની ઓફિસના અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે.પોલીસ આ સમગ્ર કેસમાં પરિવારના સભ્યોનું નિવેદન નોંધશે અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરશે,9 તારીખના રોજ પોતાની રિવોલ્વરથી ગોળી મારી મુરજાણીએ કર્યો હતો આપઘાત જેમાં માનેલી દીકરી અને તેની માતા કારણભૂત હોવાની સ્યુસાઇડ નોટ વાયરલ કરી હતી.
કોણ હતા પી.વી. મુરજાણી?
વર્ષ 1993માં વડોદરા શહેરના સૂરસાગરમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મોતને ભેટનારા 22 મૃતકોના પરિવારજનોએ જાગૃત નાગરિક ગ્રાહક સંસ્થામાં ફરિયાદ કરી હતી અને એ કેસ પી.વી.મુરજાણી લડ્યા હતા અને સૂરસાગરમાં 22 વ્યક્તિ મોતને ભેટી ત્યારે વર્ષો સુધી લડ્યા પછી એક-એક વ્યક્તિને 10 લાખ, 20 લાખ અને 30 લાખ રૂપિયાનું વળતર તેમને અપાવ્યું હતું.
નવી કારને લઈને પણ હતો વિવાદ
મુરજાનીએ લાંભ પાંચમના દિવસે નવી કાર ખરીદી કરી હતી અને તેઓએ તેમની માનીતી દીકરી અને તેની માતાને કારમાં બેસાડી હતી અને સાથે સાથે ફોટા પડાવી નવી કારનો ઉત્સાહ પણ દાખવ્યો હતો પરંતુ તેમની માનીતી દીકરી તેમને વારંવાર કહેતી હતી કે તમે તમારી નવી કારમાં તમારી પત્નીને ના બેસાડો નહીતર હું ઝઘડો કરીશ તેમ કહીને વારંવાર ત્રાસ આપતી હોવાની વાત પણ સામે આવી છે તો મુરજાણીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી અને તે સ્યુસાડ નોટ તેમના મિત્ર વર્તુળમાં વોટસઅપ મારફતે વાયરલ કરી હતી જેમાં અનેક વાતો તેમણે લખી છે.