Navli Navratri 2024: અમદાવાદમાં છેલ્લા રવિવારે જામ્યો ખરીદીનો માહોલ, ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે ખરીદીનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રિની ખરીદી શરૂ કરી દીધી છે. જેમાં ખેલૈયાઓ દ્વારા ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી અને રજવાડી મોજડી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું મહત્વનું કહી શકાય કે, લોગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો વરસાદ રહેશે તો ટ્રેડિશનલ છત્રી સાથે ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમવાની તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાત પહેલું નામ આવે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે. અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય છે. નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે. લો ગાર્ડન માર્કેટ ખાતે નવરાત્રિની ખરીદી ત્યારે મુંબઈ, ભોપાલ અને રાજસ્થાનથી પણ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાત બહારથી આવેલા ખેલૈયાઓ પણ હાલ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લો ગાર્ડન માર્કેટ ખાતે ખેલૈયાઓ ખરીદી કરી રહ્યા છે.

Navli Navratri 2024: અમદાવાદમાં છેલ્લા રવિવારે જામ્યો ખરીદીનો માહોલ, ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે ખરીદીનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રિની ખરીદી શરૂ કરી દીધી છે. જેમાં ખેલૈયાઓ દ્વારા ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી અને રજવાડી મોજડી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.

લો ગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું

મહત્વનું કહી શકાય કે, લોગાર્ડન માર્કેટમાં ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો વરસાદ રહેશે તો ટ્રેડિશનલ છત્રી સાથે ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમવાની તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ

નવરાત્રિનું નામ પડે એટલે સૌ કોઈના મનમાં ગુજરાત પહેલું નામ આવે. ગુજરાતની નવરાત્રિ ખૂબ જ ફેમસ છે. અને એમાં પણ અમદાવાદની નવરાત્રિની વાત જ કઈક અલગ હોય છે. નવરાત્રિની ખરીદીની વાત હોય કે પછી નવરાત્રિમાં ગરબે ઘૂમવાની અમદાવાદનું નામ મોખરે હોય છે.

લો ગાર્ડન માર્કેટ ખાતે નવરાત્રિની ખરીદી

ત્યારે મુંબઈ, ભોપાલ અને રાજસ્થાનથી પણ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાત બહારથી આવેલા ખેલૈયાઓ પણ હાલ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લો ગાર્ડન માર્કેટ ખાતે ખેલૈયાઓ ખરીદી કરી રહ્યા છે.