યુવકને ધમકાવી તેના વોલેટમાંથી ૨૦ લાખના ઇથેરીયમ કોઇન પડાવી લીધા

અમદાવાદ,ગુરૂવારસુરેન્દ્રનગર જિલ્લાના ચુડા નજીકમાં રહેતા યુવકને ઇથેરીયમ કોઇનના બદલામા ૨૦ લાખના યુએસડીટી  ટ્રાન્સફર કરવાનું કહીને અમદાવાદ બોલાવ્યા બાદ ધમકાવીને તેના વોેલેટમાંથી ૨૦ લાખના ઇથેરીયમ કોઇન મેળવીને તેની પાસેથી ૨૦ લાખની કિંમતના યુએસડીટીની ટ્રાન્સફર કરવાનું કહીને ખંડણી માંગી હતી. જો કે યુવકે અગાઉ તેના મિત્રોને સમગ્ર મામલે જાણ કરતા સરખેજ પોલીસે ટેકનિકલ એનાલીસીસના આધારે ઓઢવ સુધી અપહરણકારોની કારનો પીછો  કરીને  યુવકને સલામતી રીતે છોડાવ્યો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પાસે આવેલા વેળાવદરમાં રહેતા ૨૭ વર્ષીય વિક્રમસિહ ચાવડા ખેતી કામની સાથે  વોલેટમાં યુએસડીટીના ટ્રાન્જેક્શનનું કામ કરે છે. આશરે ેબે મહિના પહેલા ટેલીગ્રામના એક ગુ્રપમાં રીંકેશ પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. તેણે વિક્રમસિંહને મેસેજ કરીને કહ્યું હતું કે તેની પાસે ૨૦ લાખના ઇથેરીયમ કોઇન છે અને તેણે વિક્રમસિંહને તેના બદલામાં ૨૦ લાખની યુએસડીટી આપવા કહ્યું હતું. જેથી વિક્રમસિંહે હા કહી હતી. આ માટે ગત ૯મી સપ્ટેમ્બરના રોજ રીંકેશે કોલ કરીને વિક્રમસિંહને કોલ કરીને અમદાવાદ બોલાવ્યા હતા.  જો કે તે દિવસે રીંકેશ પાસે ઇથેરીયમ કોઇન ન હોવાથી બીજા દિવસે બપોરના સમયે બોપલ વકીલ બ્રીજ પાસે બોલાવીને એક વ્યક્તિ ઇથેરીયમ કોઇન એક ભાઇના એકાઉન્ટમાંથી લેવાના હોવાનું કહીને બેસાડી રાખ્યા હતા. જો કે વિક્રમસિંહને રીંકેશ પટેલ અને તેની સાથે રહેલા અન્ય ચાર લોકોની હરકત શંકાસ્પદ જણાઇ હતી. જેથી તેમણે  કાકાના ભાઇને સમગ્ર મામલે પોલીસને જાણ કરવા સુચના આપી હતી. બીજી તરફ ચાર વ્યક્તિ પૈકી એક વ્યક્તિએ વિક્રમસિંહને ધમકાવીને તેના વોલેટનો પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ વિક્રમસિંહના વોલેટમાં ૨૦ લાખના ઇથેરીયમ ડોઇન લીધા હતા. જે અન્ય મોબાઇલના વોલેેટમાં લઇ લીધા હતા.  તે પછી રીંકેશ પટેલે વિક્રમસિંહને ધમકાવીને ૨૦ લાખના યુએસડીટીની માંગણી કરી હતી. પરંતુ, વિક્રમસિંહે ૨૦ લાખના યુએસડીટી પોતાના વોલેટથી ખરીદી કરવાની ના કહેતા તેને કારમાં અપહરણ કરીને ઓઢવ તરફ લઇ ગયા હતા. આ ઉપરાંત, અન્ય એક કારમાં પણ રીંકેશ પટેલના માણસો હતા. છેવટે રીંકેશ પટેલે વિક્રમસિહને ધમકી આપી હતી કે એક લાખ રૂપિયા આપીશ તો જ તને છોડીશ. આ દરમિયાન નિકોલ વિસ્તાર નજીક પોલીસે કારનો પીછો કરીને વિક્રમસિંહને છોડાવીને રીંકેશ પટેલ સહિત નવ લોકો સામે ગુનો નોંધ્યો છે.  યુએસડીટી અને ઇથેરીયમ કોઇન શું છે?યુએસડીટી  એક ટેથર નામની કરન્સી છે. જે અમેરિકન ડોલર સાથે જોડાયેલી છે. ટેથર ડીજીટલ કરન્સી છે. અમેરિકાના યુએસ ડોલરના લેવલ પ્રમાણે તેના ભાવમાં ફેરફાર જોવા મળે છે. જેના આધારે સમગ્ર વિશ્વમાં અનેક વોલેટની મદદથી લે-વેંચ કરવામાં આવે છે. ઇથેરીયમ ક્રિપ્ટો કરન્સીની માફકના કોઇન છે. સમગ્ર વિશ્વમાં ઇથેરીયમ અને યુએસડીટી વચ્ચે સૌથી વધારે નાણાંકીય વ્યવહાર થતા હોય છે. ખાસ કરીને યુએસડીટીમાં વ્યવહાર કરતા લોકો ચોક્કસ ગેંગના ટારગેટ પર રહે છે.

યુવકને ધમકાવી તેના વોલેટમાંથી ૨૦ લાખના ઇથેરીયમ કોઇન  પડાવી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા નજીકમાં રહેતા યુવકને ઇથેરીયમ કોઇનના બદલામા ૨૦ લાખના યુએસડીટી  ટ્રાન્સફર કરવાનું કહીને અમદાવાદ બોલાવ્યા બાદ ધમકાવીને તેના વોેલેટમાંથી ૨૦ લાખના ઇથેરીયમ કોઇન મેળવીને તેની પાસેથી ૨૦ લાખની કિંમતના યુએસડીટીની ટ્રાન્સફર કરવાનું કહીને ખંડણી માંગી હતી. જો કે યુવકે અગાઉ તેના મિત્રોને સમગ્ર મામલે જાણ કરતા સરખેજ પોલીસે ટેકનિકલ એનાલીસીસના આધારે ઓઢવ સુધી અપહરણકારોની કારનો પીછો  કરીને  યુવકને સલામતી રીતે છોડાવ્યો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પાસે આવેલા વેળાવદરમાં રહેતા ૨૭ વર્ષીય વિક્રમસિહ ચાવડા ખેતી કામની સાથે  વોલેટમાં યુએસડીટીના ટ્રાન્જેક્શનનું કામ કરે છે. આશરે ેબે મહિના પહેલા ટેલીગ્રામના એક ગુ્રપમાં રીંકેશ પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. તેણે વિક્રમસિંહને મેસેજ કરીને કહ્યું હતું કે તેની પાસે ૨૦ લાખના ઇથેરીયમ કોઇન છે અને તેણે વિક્રમસિંહને તેના બદલામાં ૨૦ લાખની યુએસડીટી આપવા કહ્યું હતું. જેથી વિક્રમસિંહે હા કહી હતી. આ માટે ગત ૯મી સપ્ટેમ્બરના રોજ રીંકેશે કોલ કરીને વિક્રમસિંહને કોલ કરીને અમદાવાદ બોલાવ્યા હતા.  જો કે તે દિવસે રીંકેશ પાસે ઇથેરીયમ કોઇન ન હોવાથી બીજા દિવસે બપોરના સમયે બોપલ વકીલ બ્રીજ પાસે બોલાવીને એક વ્યક્તિ ઇથેરીયમ કોઇન એક ભાઇના એકાઉન્ટમાંથી લેવાના હોવાનું કહીને બેસાડી રાખ્યા હતા. જો કે વિક્રમસિંહને રીંકેશ પટેલ અને તેની સાથે રહેલા અન્ય ચાર લોકોની હરકત શંકાસ્પદ જણાઇ હતી. જેથી તેમણે  કાકાના ભાઇને સમગ્ર મામલે પોલીસને જાણ કરવા સુચના આપી હતી. બીજી તરફ ચાર વ્યક્તિ પૈકી એક વ્યક્તિએ વિક્રમસિંહને ધમકાવીને તેના વોલેટનો પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ વિક્રમસિંહના વોલેટમાં ૨૦ લાખના ઇથેરીયમ ડોઇન લીધા હતા. જે અન્ય મોબાઇલના વોલેેટમાં લઇ લીધા હતા.  તે પછી રીંકેશ પટેલે વિક્રમસિંહને ધમકાવીને ૨૦ લાખના યુએસડીટીની માંગણી કરી હતી. પરંતુ, વિક્રમસિંહે ૨૦ લાખના યુએસડીટી પોતાના વોલેટથી ખરીદી કરવાની ના કહેતા તેને કારમાં અપહરણ કરીને ઓઢવ તરફ લઇ ગયા હતા. આ ઉપરાંત, અન્ય એક કારમાં પણ રીંકેશ પટેલના માણસો હતા. છેવટે રીંકેશ પટેલે વિક્રમસિહને ધમકી આપી હતી કે એક લાખ રૂપિયા આપીશ તો જ તને છોડીશ. આ દરમિયાન નિકોલ વિસ્તાર નજીક પોલીસે કારનો પીછો કરીને વિક્રમસિંહને છોડાવીને રીંકેશ પટેલ સહિત નવ લોકો સામે ગુનો નોંધ્યો છે.

 

 

યુએસડીટી અને ઇથેરીયમ કોઇન શું છે?

યુએસડીટી  એક ટેથર નામની કરન્સી છે. જે અમેરિકન ડોલર સાથે જોડાયેલી છે. ટેથર ડીજીટલ કરન્સી છે. અમેરિકાના યુએસ ડોલરના લેવલ પ્રમાણે તેના ભાવમાં ફેરફાર જોવા મળે છે. જેના આધારે સમગ્ર વિશ્વમાં અનેક વોલેટની મદદથી લે-વેંચ કરવામાં આવે છે. ઇથેરીયમ ક્રિપ્ટો કરન્સીની માફકના કોઇન છે. સમગ્ર વિશ્વમાં ઇથેરીયમ અને યુએસડીટી વચ્ચે સૌથી વધારે નાણાંકીય વ્યવહાર થતા હોય છે. ખાસ કરીને યુએસડીટીમાં વ્યવહાર કરતા લોકો ચોક્કસ ગેંગના ટારગેટ પર રહે છે.