વડોદરાને ખાડોદરા ઉપનામને સાર્થક કરતો માંજલપુર-પંચશીલ સ્કૂલ નજીક વધુ એક ભૂવો પડ્યો
image: FilephotoVadodara Potholes : સંસ્કાર નગરી તરીકે જાણીતા બનેલું વડોદરા શહેર દિન પ્રતિદિન વિવિધ ઉપનામોથી ઓળખાઈ રહ્યું છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી પંચશીલ સ્કૂલથી માત્ર સોએક મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. નજીકમાં જ આવેલી શાળાએ આવન જાવન કરતું કોઈ બાળક ભૂવામાં પડે તો તેની જવાબદારી કોની એ ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી તરીકે જાણીતા બનેલા વડોદરા શહેરને વિવિધ નામોથી નવાજવામાં આવે છે ત્યારે અગાઉ ચોમાસા દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં મોટાભાગે ખાડા પડી ગયા હતા. શહેરમાં એક પણ રસ્તો ખાડા વિના બાકી રહ્યો ન હતો. પરિણામે લોકોએ વડોદરાને ખાડોદરા તરીકે ઓળખવાનું શરૂ કર્યા બાદ શહેરમાં હવે નાના મોટા ભૂવાઓ પડવાનું શરૂ થયું છે. દિન પ્રતિ દિન રોજે-રોજ એક નવો ભૂવો કોઈપણ વિસ્તારમાં પડ્યો હોય એવો એક પણ દિવસ કદાચ બાકી નહીં હોય. માંજલપુર વિસ્તારમાં આવેલી પંચશીલ સ્કૂળથી તદ્દન નજીક અંદાજિત 100 મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. આમ ભૂવા નગરીના વડોદરા શહેરને ભૂવા નગરી તરીકે ઓળખવામાં વધુ એક પીછું ઉમેરાયું છે, ત્યારે આ ભૂવામાં શાળાએ આવજા કરતું કોઈ બાળક અથવા કોઈ વાહન ચાલક પટકાય એ અગાઉ આ ભૂવાનું સત્વરે રીપેરીંગ કામ થાય એ અત્યંત જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image: Filephoto
Vadodara Potholes : સંસ્કાર નગરી તરીકે જાણીતા બનેલું વડોદરા શહેર દિન પ્રતિદિન વિવિધ ઉપનામોથી ઓળખાઈ રહ્યું છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી પંચશીલ સ્કૂલથી માત્ર સોએક મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. નજીકમાં જ આવેલી શાળાએ આવન જાવન કરતું કોઈ બાળક ભૂવામાં પડે તો તેની જવાબદારી કોની એ ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી તરીકે જાણીતા બનેલા વડોદરા શહેરને વિવિધ નામોથી નવાજવામાં આવે છે ત્યારે અગાઉ ચોમાસા દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં મોટાભાગે ખાડા પડી ગયા હતા. શહેરમાં એક પણ રસ્તો ખાડા વિના બાકી રહ્યો ન હતો. પરિણામે લોકોએ વડોદરાને ખાડોદરા તરીકે ઓળખવાનું શરૂ કર્યા બાદ શહેરમાં હવે નાના મોટા ભૂવાઓ પડવાનું શરૂ થયું છે. દિન પ્રતિ દિન રોજે-રોજ એક નવો ભૂવો કોઈપણ વિસ્તારમાં પડ્યો હોય એવો એક પણ દિવસ કદાચ બાકી નહીં હોય. માંજલપુર વિસ્તારમાં આવેલી પંચશીલ સ્કૂળથી તદ્દન નજીક અંદાજિત 100 મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. આમ ભૂવા નગરીના વડોદરા શહેરને ભૂવા નગરી તરીકે ઓળખવામાં વધુ એક પીછું ઉમેરાયું છે, ત્યારે આ ભૂવામાં શાળાએ આવજા કરતું કોઈ બાળક અથવા કોઈ વાહન ચાલક પટકાય એ અગાઉ આ ભૂવાનું સત્વરે રીપેરીંગ કામ થાય એ અત્યંત જરૂરી છે.