Ahmedabadમાં વરસાદ વચ્ચે બેદરકારીના દ્રશ્યો, વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં ઈલેક્ટ્રીક બસ અટવાઈ

વિજયનગર ક્રોસિંગ પાસે ઇલેક્ટ્રીક બસ ઢાળ ચઢી ના શકતા ટોઈંગ કરવાની ફરજ પડી ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળને લઈ અનેક વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન વિજયનગર ક્રોસિંગ પાસે ઇલેક્ટ્રીક બસ અટવાતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યાઅમદાવાદમાં ફરી વખત મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે આજે અમદાવાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદ વરસતા લોકોને ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ વચ્ચે બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં બસ અટવાઈ છે. વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં બસ અટવાઇ અમદાવાદમાં વરસાદ વચ્ચે વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળમાં ઈલેક્ટ્રીક બસ ઢાળમાં અટવાઈ છે. ઈલેક્ટ્રીક બસ ઢાળ ચઢી શકતી નથી જેના કારણે બસને ટોઈંગ કરવાની ફરજ પડી છે. ઈલેક્ટ્રીક બસ અટવાતા થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળને લઈ અનેક વાહનચાલકો થઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ છે સ્માર્ટ સિટીની સ્માર્ટ રસ્તા તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયુ છે. તેમજ સોલામાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ શિવરંજની ચાર રસ્તાથી આગળ પાણી ભરાયા છે. ઘાટલોડિયા, ચાંદલોડિયા, સતાધાર, બોડકદેવ, વસ્ત્રાપુર, ઇસ્કોન, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. શીલજ, ગુરુકુલ રોડ, મેમનગર, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પકવાન ચાર રસ્તા અને જજીસ બંગલો વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વાતાવરણમાં ઠડંક પ્રસરી છે. અમદાવાદમાં વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા અમદાવાદમાં ભારે વરસાદના પગલે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ગોતા વિસ્તાર અને સોલામાં ધોધમાર વરસાદમાં પાણી ભરાયા હતા. ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ જોધપુર સ્ટાર બજારની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તેમજ શિવરંજની ચાક રસ્તાથી આગળ વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધશે. તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગહી છે.

Ahmedabadમાં વરસાદ વચ્ચે બેદરકારીના દ્રશ્યો, વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં ઈલેક્ટ્રીક બસ અટવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિજયનગર ક્રોસિંગ પાસે ઇલેક્ટ્રીક બસ ઢાળ ચઢી ના શકતા ટોઈંગ કરવાની ફરજ પડી
  • ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળને લઈ અનેક વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન
  • વિજયનગર ક્રોસિંગ પાસે ઇલેક્ટ્રીક બસ અટવાતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા

અમદાવાદમાં ફરી વખત મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે આજે અમદાવાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદ વરસતા લોકોને ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ વચ્ચે બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં બસ અટવાઈ છે.

વિજયનગર ક્રોસિંગ પાસે ઢાળમાં બસ અટવાઇ

અમદાવાદમાં વરસાદ વચ્ચે વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળમાં ઈલેક્ટ્રીક બસ ઢાળમાં અટવાઈ છે. ઈલેક્ટ્રીક બસ ઢાળ ચઢી શકતી નથી જેના કારણે બસને ટોઈંગ કરવાની ફરજ પડી છે. ઈલેક્ટ્રીક બસ અટવાતા થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં ક્રોસિંગ પાસે બનાવેલ ઢાળને લઈ અનેક વાહનચાલકો થઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ છે સ્માર્ટ સિટીની સ્માર્ટ રસ્તા તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

શહેરમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયુ છે. તેમજ સોલામાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ શિવરંજની ચાર રસ્તાથી આગળ પાણી ભરાયા છે. ઘાટલોડિયા, ચાંદલોડિયા, સતાધાર, બોડકદેવ, વસ્ત્રાપુર, ઇસ્કોન, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. શીલજ, ગુરુકુલ રોડ, મેમનગર, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પકવાન ચાર રસ્તા અને જજીસ બંગલો વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વાતાવરણમાં ઠડંક પ્રસરી છે.

અમદાવાદમાં વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં ભારે વરસાદના પગલે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ગોતા વિસ્તાર અને સોલામાં ધોધમાર વરસાદમાં પાણી ભરાયા હતા. ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ જોધપુર સ્ટાર બજારની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તેમજ શિવરંજની ચાક રસ્તાથી આગળ વરસાદી પાણી ભરાયા છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધશે. તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગહી છે.