વડોદરામાં લેબર કોન્ટ્રાક્ટર પાસેથી વધુ વ્યાજ વસૂલી ધમકી આપતા પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ
Vadodara Vyajkhor Crime : વડોદરામાં પાણીગેટ ભદ્ર કચેરીની સામે રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા મહમદ સાજીદ મહંમદ હનીફભાઈ દૂધવાલા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમજ છૂટકમાં લેબર કોન્ટ્રાક્ટથી મટીરીયલ સાથે પણ બાંધકામનું કામ કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે કન્સ્ટ્રક્શનના કામમાં પૈસાની જરૂર રહેતી હતી ગોળીના સમયમાં ધંધામાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું હતું અને મારે પૈસાની જરૂર હોય મારા ઓળખીતા મિત્ર અને વ્યાજનો ધંધો કરતા મોઇનુદ્દીન જહુરદિન શેક રહેવાસી ભાંડવાડા ફતેપુરાની પાસેથી રૂ.1,00,000 14 ટકાના વ્યાજે લીધા હતા. તેની સામે 3.36 લાખ ચૂકવી દીધા હતા. તેમજ મહંમદ હુસેન મહેદી હુસેન જબુવાલા રહેવાસીન દૂધવાલા રેસીડેન્સી પાણીગેટ પાસેથી રૂ.6.15% ના વ્યાજએ લીધા હતા. તેમજ ઈરફાન રાઈસવાલા રહેવાસી સોમા તળાવ પાસેથી રૂ.6 લાખ રૂપિયા 14 ટકાના વ્યાજે લીધા હતા. તેમજ સમીર ઉર્ફે બંટી મહંમદ રફી શેખ પાસેથી 3.20 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા તેમજ ગોવિંદભાઈ પાસેથી 2.25 લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. આ તમામ વ્યાજખોરોને દર મહિને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં મારા સહીવાળા કોરા ચેક તથા મકાનના લખાણ કરાર પરત આપ્યા ન હતા તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સીટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Vyajkhor Crime : વડોદરામાં પાણીગેટ ભદ્ર કચેરીની સામે રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા મહમદ સાજીદ મહંમદ હનીફભાઈ દૂધવાલા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમજ છૂટકમાં લેબર કોન્ટ્રાક્ટથી મટીરીયલ સાથે પણ બાંધકામનું કામ કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે કન્સ્ટ્રક્શનના કામમાં પૈસાની જરૂર રહેતી હતી ગોળીના સમયમાં ધંધામાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું હતું અને મારે પૈસાની જરૂર હોય મારા ઓળખીતા મિત્ર અને વ્યાજનો ધંધો કરતા મોઇનુદ્દીન જહુરદિન શેક રહેવાસી ભાંડવાડા ફતેપુરાની પાસેથી રૂ.1,00,000 14 ટકાના વ્યાજે લીધા હતા. તેની સામે 3.36 લાખ ચૂકવી દીધા હતા.
તેમજ મહંમદ હુસેન મહેદી હુસેન જબુવાલા રહેવાસીન દૂધવાલા રેસીડેન્સી પાણીગેટ પાસેથી રૂ.6.15% ના વ્યાજએ લીધા હતા. તેમજ ઈરફાન રાઈસવાલા રહેવાસી સોમા તળાવ પાસેથી રૂ.6 લાખ રૂપિયા 14 ટકાના વ્યાજે લીધા હતા. તેમજ સમીર ઉર્ફે બંટી મહંમદ રફી શેખ પાસેથી 3.20 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા તેમજ ગોવિંદભાઈ પાસેથી 2.25 લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. આ તમામ વ્યાજખોરોને દર મહિને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં મારા સહીવાળા કોરા ચેક તથા મકાનના લખાણ કરાર પરત આપ્યા ન હતા તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સીટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.