Ahmedabad: કિશોર લંગડાના પુત્રના અપહરણ બાદ ગાડીઓમાં તોડફોડ કરનાર આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં કિશોર લંગડા અને ધમા બારડ વચ્ચે તકરાર ચાલી રહી છે. જે મુદ્દે કિશોર લંગડાના પુત્રના અપહરણ બાદ તોડફોડ મામલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાર્ક કરેલી ગાડીઓમા તોડફોડ અંગે નરોડામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નરોડા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્રનું ગુરુવારે (5 સપ્ટેમ્બર) રાત્રે મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ બુટલેગરના સાગરિતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી. કેટલાંક લોકો તો નશાની હાલતમાં લથડીયા ખાઈ રહ્યાં હતાં. આ સમયે જ ત્યાથી પોલીસની ગાડી નીકળી હતી, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બુટલેગરના દીકરાને લાકડી ફટકારી દીધી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી. યુવકનું અપહરણ કરી માર માર્યો જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગાડીઓમાં તોડફોડ કરનાર લથડિયા ખાઈ રહ્યાં હતાં ઘટનાની જાણ થતાં અજિતસિંહના પિતા કિશોરસિંહ રાઠોડે અસારવા અને શાહીબાગ વિસ્તારના કેટલાક માથાભારે તત્વોને ધમા બારડ અને એના સાગરીતોને શોધવા કામે લગાડ્યા હતા. જેમાં મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડની મર્સિડીઝ ગાડી સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓમાં તોડફોડ કરી હતી. પોલીસ દુરથી ઘટના નીહાળી રવાના કિશોરસિંહ રાઠોડના સાગરીતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા, તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. ઘટના સ્થળેથી માત્ર 100 મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નીહાળીને રવાના થઈ ગયા હતા. આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે જ ગંભીર સવાલો ઉભા કર્યા છે. બન્ને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કૃષ્ણનગરના પીઆઈ અભિષેક ધવને જણાવ્યું હતું કે, અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજી તરફ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ ફરિયાદ નોધવામાં આવી છે. સર્વેલન્સ સ્કવોડ દ્વારા ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Ahmedabad: કિશોર લંગડાના પુત્રના અપહરણ બાદ ગાડીઓમાં તોડફોડ કરનાર આરોપીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં કિશોર લંગડા અને ધમા બારડ વચ્ચે તકરાર ચાલી રહી છે. જે મુદ્દે કિશોર લંગડાના પુત્રના અપહરણ બાદ તોડફોડ મામલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાર્ક કરેલી ગાડીઓમા તોડફોડ અંગે નરોડામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નરોડા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્રનું ગુરુવારે (5 સપ્ટેમ્બર) રાત્રે મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ બુટલેગરના સાગરિતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી. કેટલાંક લોકો તો નશાની હાલતમાં લથડીયા ખાઈ રહ્યાં હતાં. આ સમયે જ ત્યાથી પોલીસની ગાડી નીકળી હતી, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

બુટલેગરના દીકરાને લાકડી ફટકારી દીધી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી.

યુવકનું અપહરણ કરી માર માર્યો જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ગાડીઓમાં તોડફોડ કરનાર લથડિયા ખાઈ રહ્યાં હતાં

ઘટનાની જાણ થતાં અજિતસિંહના પિતા કિશોરસિંહ રાઠોડે અસારવા અને શાહીબાગ વિસ્તારના કેટલાક માથાભારે તત્વોને ધમા બારડ અને એના સાગરીતોને શોધવા કામે લગાડ્યા હતા. જેમાં મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડની મર્સિડીઝ ગાડી સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓમાં તોડફોડ કરી હતી.

પોલીસ દુરથી ઘટના નીહાળી રવાના કિશોરસિંહ રાઠોડના સાગરીતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા, તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. ઘટના સ્થળેથી માત્ર 100 મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નીહાળીને રવાના થઈ ગયા હતા. આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે જ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

બન્ને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કૃષ્ણનગરના પીઆઈ અભિષેક ધવને જણાવ્યું હતું કે, અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજી તરફ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ ફરિયાદ નોધવામાં આવી છે. સર્વેલન્સ સ્કવોડ દ્વારા ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી રહી છે.