Modasa: યુવતી પર દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના, 3 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ
યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ દુષ્કર્મ આચરતાત્રણ આરોપીઓ વિરુદ્ધ યુવતીએ કરી પોલીસ ફરિયાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી ગુજરાત રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા શહેરની એક યુવતી પર દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક આરોપીઓ દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો છે. મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ, માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી વધુમાં યુવતીએ જણાવ્યું કે આરોપીઓ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને દુષ્કર્મ ગુજારતા હતા. ત્યારે આ મામલે હવે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ, માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધીને દુષ્કર્મ આચનારા આરોપીઓને ઝડપી લેવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.આણંદમાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને 25 વર્ષની કેદની સજા થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લામાં આવેલી વલ્લભ વિદ્યાનગરની શાળાની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને 25 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી હતી. નરાધમ શિક્ષક દર્શન સુથારને 25 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. આઈ.બી.પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીનીને ફલેટમાં જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. જૂન 2022માં વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે આ મામલે ગુનો નોંધાયો હતો અને આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને 25 વર્ષની કેદની સજા ફટકારી હતી. સુરતમાં પણ દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને સગીરાને 5 લાખનું વળતર અગાઉ સુરત જિલ્લાની દુષ્કર્મની ઘટનામાં કોર્ટે સજા આપીને મોટો દાખલો બેસાડ્યો હતો. સગીરાને વેચી દેનાર મહિલાને તેમજ બળાત્કાર કરનાર રાજસ્થાની યુવકને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. ગુન્હાની વિગત વિશે ચર્ચા કરવામાં આવે તો એક મહિલા દ્વારા સગીરાને બે લાખમાં વેચી દેવામાં આવી હતી. સગીરા પાસેથી લીધેલા 20 હજાર પરત આપવા ના પડે તે માટે મહિલાએ સગીરાને વેચી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ દુષ્કર્મ આચરતા
- ત્રણ આરોપીઓ વિરુદ્ધ યુવતીએ કરી પોલીસ ફરિયાદ
- પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી
ગુજરાત રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા શહેરની એક યુવતી પર દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક આરોપીઓ દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો છે.
મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ, માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી
વધુમાં યુવતીએ જણાવ્યું કે આરોપીઓ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને દુષ્કર્મ ગુજારતા હતા. ત્યારે આ મામલે હવે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ, માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધીને દુષ્કર્મ આચનારા આરોપીઓને ઝડપી લેવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આણંદમાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને 25 વર્ષની કેદની સજા
થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લામાં આવેલી વલ્લભ વિદ્યાનગરની શાળાની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને 25 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી હતી. નરાધમ શિક્ષક દર્શન સુથારને 25 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. આઈ.બી.પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીનીને ફલેટમાં જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. જૂન 2022માં વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે આ મામલે ગુનો નોંધાયો હતો અને આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને 25 વર્ષની કેદની સજા ફટકારી હતી.
સુરતમાં પણ દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને સગીરાને 5 લાખનું વળતર
અગાઉ સુરત જિલ્લાની દુષ્કર્મની ઘટનામાં કોર્ટે સજા આપીને મોટો દાખલો બેસાડ્યો હતો. સગીરાને વેચી દેનાર મહિલાને તેમજ બળાત્કાર કરનાર રાજસ્થાની યુવકને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. ગુન્હાની વિગત વિશે ચર્ચા કરવામાં આવે તો એક મહિલા દ્વારા સગીરાને બે લાખમાં વેચી દેવામાં આવી હતી. સગીરા પાસેથી લીધેલા 20 હજાર પરત આપવા ના પડે તે માટે મહિલાએ સગીરાને વેચી દીધી હતી.