Vav: ગેનીબેનની ઠાકોર સમાજને અપીલ ‘વાવથી વાયનાડ સુધી લાજ રે તેવું કરજો’
વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરે આજે ભાભરની લોકનિકેતન સંસ્થામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા અપીલ કરી હતી. ગેનીબેન ઠાકોરના ભાજપ સામે શાબ્દિક પ્રહાર ગઈકાલે ભાભરમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં સ્નેહમિલન યોજાયું હતું. જ્યાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરાઈ હતી, જોકે આજે ભાભરની લોકનિકેતન સંસ્થા ખાતે સંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાની અપીલ કરાઈ હતી. જ્યાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, 13 તારીખે ચૂંટણી છે ગુલાબસિંહ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે એમને જીતડવાની આપણી જવાબદારી છે. હું ઉપરા ઉપરી 5 ચૂંટણી લડી. તમામ સમાજના લોકો ટિકિટના હકદાર હતા પણ એકપણ સમાજે ટિકિટ નથી માગી અને સતત મને ટીકીટ અપાવી જીતાડી છે. લોકસભાની ચૂંટણીમાં સામેના પક્ષના લોકોએ શામ, દામ, દંડ, ભેદ કર્યો પૈસાની રેલમછેલ કરી પણ લોકોએ એમને બતાવી દીધું કે લોકોમાં શામ દામ દંડ ભેદ નથી ચાલતા,હું વિધાનસભામાં રાજીનામું આપવા ગઈ ત્યારે મેં કહ્યું હતું કે આ રાજીનામું મારા સ્વાર્થ માટે નથી પણ સુઇગામ. ભાભર,અને વાવની જનતા ગર્વથી કહે અમે ગેનીબેનને બે-બે વખત ધારસભ્ય બનાવ્યા અને લોકસભામાં મોકલ્યા તેનું છે,હું તમને ખાતરી આપું છું કે હું જિંદગીમાં એવું કામ ક્યારેય નહીં કરું કે તમારી પાઘડીને લાંછન લાગે,હું 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી હતી આરપારની લડાઈ હતી મારી સામે કોણ હતા એ આપણને ખબર છે,એ સમયે ગુલાબસિંહની ટીકીટ કપાણી હતી એ સમયે હેમાબાએ મારા માટે ગામડે ગામડે જઈને તેમની પાઘડી ઉતારી હતી,આજે કોંગ્રેસે હેમાબાના પૌત્ર ગુલાબસિંહ ઉપર પસંદગી કરી તો હું તમને હાથ જોડીને કહું છું કે ગુલાબસિંહને આપણે જીતાડવા પડે,કેટલાક લોકો પૈસા અને સતા માટે જાહેરજીવનમાં આવતા હોય છે પણ લોકો માટે સમર્પિત થવા વાળા લોકો અહીં આ સ્ટેજ ઉપર બેઠા છે,ગઈ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે તો હું એમને કહું છું કે તમે જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો તમારે અત્યારે ગામડે ગામડે ન જવું પડ્યું હોત,જે ફોન નથી ઉપાડતા એ ગામડે ગામડે ફરે છે,તેમના ગૃહમંત્રી કહે કે ગેનીબેન મીડિયા અને માઈકના નેતા છે તો હું એમને કહું કે ગેનીબેન લોકોના વચ્ચે જઈને કામ કરનારા નેતા છે,એમને ભૌગોલિક સ્થિતીની ખબર નથી એટલે ગુલાબસિંહને આયાતી ઉમેદવાર કહે છે એ બનાસકાંઠાના વતની છે તેવું કહે છે તો હેમાબાના પૌત્ર ગુલાબસિંહનું ગામ ક્યાં છે એ ખબર નથી,ઠાકોર સમાજના લોકો ભાજપના આપણા સમાજના લોકોને લઈને ફરે છે એમને કહેજો કે 20 વર્ષથી ગેનીબેન હતા તો હવે જ તમને સમાજ યાદ આવ્યો,જે ચૂંટણી લડે છે એ સ્વરૂપજીએ તેમના ઘરે 5 હજાર ઠાકોર સમાજના લોકોને બોલાવીને કહ્યું કે ગેનીબેનને નહિ પણ રેખાબેનને વોટ આપજો..તો તમે એમને ઓળખજો,હું વિનતી કરું છું કે આ ગેનીબેનની આબરૂ તમારા હાથમાં છે..જો મેં 28 વર્ષથી કોઈનું ખોટું ન કર્યું હોય..તમારા કામો કર્યા હોય..તો મારે તમારી પાસે કશુંજ માંગ્યું નથી..તો જો મેં રાજીનામું ન આપ્યું હોય અને આ ત્રણ વર્ષ મારી પાસે હોત એમ સમજીને ગુલાબસિંહને ત્રણ વર્ષ આપજો,તમે 13 તારીખ સુધી ગુલાબસિંહના લાસિયા બનીને રહેજો અને એમને જીતાડજો એ તમારા લાસિયા બનીને કામ કરશે,આ એક સીટથી કોઈ સરકાર બનવાની નથી કોઇ ફરક નથી પાડવાનો પણ આ એક સીટથી 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું રાજ્ય બને તેની શરૂઆત છે..તો મારી લાજ રાખજો,વાયનાડથી લોકસભાની ચૂંટણી જીતીને પ્રિયંકા જી લોકસભામાં એન્ટ્રી કરવાના છે તો વાવથી વાયનાડ સુધી લાજ રે તેવું કરજો. રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે કોંગ્રેસના પ્રશ્ન વાવ વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, SMCની ટીમની કાર્યવાહી દરમિયાન બુટલેગરો દ્વારા PSIને ટ્રેલરની ટક્કર મારીને હત્યા કરવા મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપર આકરા પ્રહારો કરીને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તો ભાજપે ચૂંટણી જીતવા માટે નેતાઓની ફોજ ઉતારી હોવાની વાત કહી કોંગ્રેસની વાવ બેઠકને જીતવા ત્રીસ્તરીય આયોજન કરીને ગેનીબેનને લીડર બનાવ્યા વિશે કહ્યું હતું કે ગેનીબેન અમારા લીડર જ છે અમે આ ચૂંટણી જીતવાના છીએ જનતા અમારી સાથે છે 23 તારીખે ગુલાબસિંહ જીતશે. વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતએ સ્નેહમિલન કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા કહ્યું કે, આજે સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજે આશીર્વાદ આપ્યા. અન્ય સમાજ પણ મારી સાથે છે. ગઈકાલે આખી સરકાર અહીં ઉમટી પડી. માવજીભાઈ વિશે હું ન કહી શકું એ એમનો વિષય છે. કોંગ્રેસનો મતદાર વર્ગ ફિક્સ છે એમ ભાજપનો મતદાર વર્ગ છે પણ હવે તેમની પાસે એ વર્ગ જ નથી એટલે હવે ઘરે ઘરે તેમને જવું પડી રહ્યું છે. ગેનીબેન તો આ વિસ્તારમાં ધારાસભ્ય હતા અને સંસદસભ્ય છે એટલે કાયમ લીડર જ છે. અમારા કાર્યકર્તાઓ ઉપર અમને વિશ્વાસ છે, એમની જેમ અમારે અહીં લોકોને ઉતારવા નથી પડતા. ગૃહમંત્રીએ મને આયાતી કહ્યું એમને ક્યાં ખબર છે કે હું ક્યાંનો છું. એમની જોડે IB છે તો પણ ખબર નથી હું ક્યાંનો છું એ જવાબ 13 તારીખે જનતા આપશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરે આજે ભાભરની લોકનિકેતન સંસ્થામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા અપીલ કરી હતી.
ગેનીબેન ઠાકોરના ભાજપ સામે શાબ્દિક પ્રહાર
ગઈકાલે ભાભરમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં સ્નેહમિલન યોજાયું હતું. જ્યાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરાઈ હતી, જોકે આજે ભાભરની લોકનિકેતન સંસ્થા ખાતે સંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાની અપીલ કરાઈ હતી. જ્યાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, 13 તારીખે ચૂંટણી છે ગુલાબસિંહ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે એમને જીતડવાની આપણી જવાબદારી છે. હું ઉપરા ઉપરી 5 ચૂંટણી લડી. તમામ સમાજના લોકો ટિકિટના હકદાર હતા પણ એકપણ સમાજે ટિકિટ નથી માગી અને સતત મને ટીકીટ અપાવી જીતાડી છે. લોકસભાની ચૂંટણીમાં સામેના પક્ષના લોકોએ શામ, દામ, દંડ, ભેદ કર્યો પૈસાની રેલમછેલ કરી પણ લોકોએ એમને બતાવી દીધું કે લોકોમાં શામ દામ દંડ ભેદ નથી ચાલતા,હું વિધાનસભામાં રાજીનામું આપવા ગઈ ત્યારે મેં કહ્યું હતું કે આ રાજીનામું મારા સ્વાર્થ માટે નથી પણ સુઇગામ. ભાભર,અને વાવની જનતા ગર્વથી કહે અમે ગેનીબેનને બે-બે વખત ધારસભ્ય બનાવ્યા અને લોકસભામાં મોકલ્યા તેનું છે,હું તમને ખાતરી આપું છું કે હું જિંદગીમાં એવું કામ ક્યારેય નહીં કરું કે તમારી પાઘડીને લાંછન લાગે,હું 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી હતી આરપારની લડાઈ હતી મારી સામે કોણ હતા એ આપણને ખબર છે,એ સમયે ગુલાબસિંહની ટીકીટ કપાણી હતી એ સમયે હેમાબાએ મારા માટે ગામડે ગામડે જઈને તેમની પાઘડી ઉતારી હતી,આજે કોંગ્રેસે હેમાબાના પૌત્ર ગુલાબસિંહ ઉપર પસંદગી કરી તો હું તમને હાથ જોડીને કહું છું કે ગુલાબસિંહને આપણે જીતાડવા પડે,કેટલાક લોકો પૈસા અને સતા માટે જાહેરજીવનમાં આવતા હોય છે પણ લોકો માટે સમર્પિત થવા વાળા લોકો અહીં આ સ્ટેજ ઉપર બેઠા છે,ગઈ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે તો હું એમને કહું છું કે તમે જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો તમારે અત્યારે ગામડે ગામડે ન જવું પડ્યું હોત,જે ફોન નથી ઉપાડતા એ ગામડે ગામડે ફરે છે,તેમના ગૃહમંત્રી કહે કે ગેનીબેન મીડિયા અને માઈકના નેતા છે તો હું એમને કહું કે ગેનીબેન લોકોના વચ્ચે જઈને કામ કરનારા નેતા છે,એમને ભૌગોલિક સ્થિતીની ખબર નથી એટલે ગુલાબસિંહને આયાતી ઉમેદવાર કહે છે એ બનાસકાંઠાના વતની છે તેવું કહે છે તો હેમાબાના પૌત્ર ગુલાબસિંહનું ગામ ક્યાં છે એ ખબર નથી,ઠાકોર સમાજના લોકો ભાજપના આપણા સમાજના લોકોને લઈને ફરે છે એમને કહેજો કે 20 વર્ષથી ગેનીબેન હતા તો હવે જ તમને સમાજ યાદ આવ્યો,જે ચૂંટણી લડે છે એ સ્વરૂપજીએ તેમના ઘરે 5 હજાર ઠાકોર સમાજના લોકોને બોલાવીને કહ્યું કે ગેનીબેનને નહિ પણ રેખાબેનને વોટ આપજો..તો તમે એમને ઓળખજો,હું વિનતી કરું છું કે આ ગેનીબેનની આબરૂ તમારા હાથમાં છે..જો મેં 28 વર્ષથી કોઈનું ખોટું ન કર્યું હોય..તમારા કામો કર્યા હોય..તો મારે તમારી પાસે કશુંજ માંગ્યું નથી..તો જો મેં રાજીનામું ન આપ્યું હોય અને આ ત્રણ વર્ષ મારી પાસે હોત એમ સમજીને ગુલાબસિંહને ત્રણ વર્ષ આપજો,તમે 13 તારીખ સુધી ગુલાબસિંહના લાસિયા બનીને રહેજો અને એમને જીતાડજો એ તમારા લાસિયા બનીને કામ કરશે,આ એક સીટથી કોઈ સરકાર બનવાની નથી કોઇ ફરક નથી પાડવાનો પણ આ એક સીટથી 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું રાજ્ય બને તેની શરૂઆત છે..તો મારી લાજ રાખજો,વાયનાડથી લોકસભાની ચૂંટણી જીતીને પ્રિયંકા જી લોકસભામાં એન્ટ્રી કરવાના છે તો વાવથી વાયનાડ સુધી લાજ રે તેવું કરજો.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે કોંગ્રેસના પ્રશ્ન
વાવ વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, SMCની ટીમની કાર્યવાહી દરમિયાન બુટલેગરો દ્વારા PSIને ટ્રેલરની ટક્કર મારીને હત્યા કરવા મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપર આકરા પ્રહારો કરીને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તો ભાજપે ચૂંટણી જીતવા માટે નેતાઓની ફોજ ઉતારી હોવાની વાત કહી કોંગ્રેસની વાવ બેઠકને જીતવા ત્રીસ્તરીય આયોજન કરીને ગેનીબેનને લીડર બનાવ્યા વિશે કહ્યું હતું કે ગેનીબેન અમારા લીડર જ છે અમે આ ચૂંટણી જીતવાના છીએ જનતા અમારી સાથે છે 23 તારીખે ગુલાબસિંહ જીતશે.
વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતએ સ્નેહમિલન કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા કહ્યું કે, આજે સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજે આશીર્વાદ આપ્યા. અન્ય સમાજ પણ મારી સાથે છે. ગઈકાલે આખી સરકાર અહીં ઉમટી પડી. માવજીભાઈ વિશે હું ન કહી શકું એ એમનો વિષય છે. કોંગ્રેસનો મતદાર વર્ગ ફિક્સ છે એમ ભાજપનો મતદાર વર્ગ છે પણ હવે તેમની પાસે એ વર્ગ જ નથી એટલે હવે ઘરે ઘરે તેમને જવું પડી રહ્યું છે. ગેનીબેન તો આ વિસ્તારમાં ધારાસભ્ય હતા અને સંસદસભ્ય છે એટલે કાયમ લીડર જ છે. અમારા કાર્યકર્તાઓ ઉપર અમને વિશ્વાસ છે, એમની જેમ અમારે અહીં લોકોને ઉતારવા નથી પડતા. ગૃહમંત્રીએ મને આયાતી કહ્યું એમને ક્યાં ખબર છે કે હું ક્યાંનો છું. એમની જોડે IB છે તો પણ ખબર નથી હું ક્યાંનો છું એ જવાબ 13 તારીખે જનતા આપશે.