Monsoon 2024: રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરીતાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર આ સાથે જ 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે અને 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે, આગામી 4થી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે, જેને લઈને અમે ગુજરાત સરકારના સતત સંપર્કમાં છીએ અને દરેક અપડેટની જાણકારી આપવામાં આવી રહી છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ, નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં 3 ઈંચ, પારડીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે અનેક વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટ ફેરવાયા છે અને ઉભો પાક નષ્ટ થઈ ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી
- તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
- આ સાથે જ 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે અને 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે, આગામી 4થી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે, જેને લઈને અમે ગુજરાત સરકારના સતત સંપર્કમાં છીએ અને દરેક અપડેટની જાણકારી આપવામાં આવી રહી છે.
ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ, નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં 3 ઈંચ, પારડીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે અનેક વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટ ફેરવાયા છે અને ઉભો પાક નષ્ટ થઈ ગયો છે.