Gujaratના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન થયું નિધન

સુરતમાં રમેશચંદ્ર સંઘવીની ચાલતી હતી સારવાર છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવી પણ સુરત હતા સુરતની યુનિક હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી,હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બિમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી,આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામાજીક કાર્યો સાથે જોડાયેલા હતા રમેશચંદ્ર રમેશચંદ્ર સંઘવી જૈન સમાજમાં મોટું નામ ધરાવતા હતા,અને તેઓ સામાજીક પ્રવૃતિઓ અને કાર્ય સાથે જોડાયેલા હતા,નાનામાં નાના માણસની પણ તેઓ મદદ કરતા હતા.રમેશચંદ્ર સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નિકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે. ત્રણ દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર રમેશચંદ્ર સંઘવી લાંબા સમયથી બિમાર હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ સુરતની યુનિક હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં હતા.છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું હતુ. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા હતા અને સુરત હોસ્પિટલ ખાતે તેમના પિતાની સેવામાં હતા.મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો સુરતની યુનિકની હોસ્પિટલથી મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે.પરિવારજનો તેમજ મિત્રો હર્ષ સંઘવીના ઘરે પહોંચી રહ્યાં છે અને સાંતવના આપી રહ્યાં છે,આજે સાંજે તેમની અંતિમયાત્રા નિકળશે.

Gujaratના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન થયું નિધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં રમેશચંદ્ર સંઘવીની ચાલતી હતી સારવાર
  • છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવી પણ સુરત હતા
  • સુરતની યુનિક હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી,હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બિમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી,આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સામાજીક કાર્યો સાથે જોડાયેલા હતા રમેશચંદ્ર

રમેશચંદ્ર સંઘવી જૈન સમાજમાં મોટું નામ ધરાવતા હતા,અને તેઓ સામાજીક પ્રવૃતિઓ અને કાર્ય સાથે જોડાયેલા હતા,નાનામાં નાના માણસની પણ તેઓ મદદ કરતા હતા.રમેશચંદ્ર સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નિકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

ત્રણ દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

રમેશચંદ્ર સંઘવી લાંબા સમયથી બિમાર હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ સુરતની યુનિક હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં હતા.છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું હતુ. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા હતા અને સુરત હોસ્પિટલ ખાતે તેમના પિતાની સેવામાં હતા.

મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો

સુરતની યુનિકની હોસ્પિટલથી મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે.પરિવારજનો તેમજ મિત્રો હર્ષ સંઘવીના ઘરે પહોંચી રહ્યાં છે અને સાંતવના આપી રહ્યાં છે,આજે સાંજે તેમની અંતિમયાત્રા નિકળશે.