Patan: પાલડી ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બે બોગસ તબીબી ઝડપાયા

Jan 10, 2025 - 01:00
Patan: પાલડી ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બે બોગસ તબીબી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જાતની તબીબી લાયકાત ડિગ્રી વગર અનેક ઉઘાડપગાઓ ર્ડાકટર બનીને અભણ અને ભોળી પ્રજાની સારવાર કરીને તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડ કરી રહ્યા છે. જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગૃપની પોલીસ રેડ કરીને આવા બોગસ તબીબોને ઝડપી રહી છે.

પાટણ જિલ્લા SOG પોલીસે જાળેશ્વર પાલડી ગામની ગ્રામ પંચાયતની સામે આવેલ ઓરડીમાં રેડ કરતા ભરવાડ પંકજ પોપટભાઈ રહે.રંગીલા હનુમાનજીના મંદિર પાસે અનાવાડા દરવાજા પાટણવાળો ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો ઝડપાઈ ગયો હતો જેની પાસેથી પોલીસે એલોપેથિક દવાઓ, ઈન્જેકશન તથા મેડિકલ સાધનો મળી રૂ.15638 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નજીકમાં જ બસ સ્ટેશન પાસે આવેલી ઓરડીમાં પણ રેડ કરી હતી જ્યાંથી મન્સુરી અરમાન રહીમભાઈ મોહમ્મદભાઈ રહે.જુમ્મા મસ્જિદનો મહોલ્લો, બુકડી પાટણવાળો મળી આવ્યો હતો જે હાડવૈદના પાટા પિંડી તથા એલોપેથિક દવા અને ઈન્જેકશન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરતો હોવાનું સામે આવતા તેને ત્યાંથી પણ પોલીસે એલોપેથિક દવાઓ, ઈન્જેકશન અને મેડિકલ સાધનોનો રૂ.11474ની કિંમતનો જથ્થો જપ્ત કરીને બંને વિરૂદ્ધ ગુનો નોંધીયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0