Dwarka: મોજપ ગામે પૌરાણિક મલ કુસ્તી મેળો યોજાયો, કુસ્તીબાજોએ કૌવત બતાવ્યું

દ્વારકા જિલ્લાના મોજપ ગામે 507 વર્ષથી પૌરાણિક મલ કુસ્તી મેળો યોજાતો આવે છે જે આજે ભાદરવી નોમ દિવસે રંગેચંગે યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં મલ કુસ્તીબાજોએ પોતાનું કૌવત બતાવ્યું હતું. દ્વારકા જિલ્લાના મોજપ ગામે પઠાપીરદાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળો આજે ભાદરવી નોમના દિવસે યોજાયો હતો આ મલ કુસ્તી મેળાનું આયોજન મોજપ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. પૌરાણિક કાળથી આ રમતનું આયોજન થાય છે આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પર સીમિત રમતો રમ્યા અને પોતાની જાતને સ્માર્ટ ગણે છે ત્યાં બીજી બાજુ રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ એટલે મલ કુસ્તી મેળો આ મલ કુસ્તી મેળાનું આયોજન અતિ પૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું. ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના મોજપ ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે. મોજપ જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી મોટી સંખ્યામાં મલકુસ્તી બાજુ તેમજ ચારથી પાંચ હજાર જેટલા મલ કુસ્તી પ્રેમી જનતા અહીં આ મેળામાં આવી રહી છે. અહીંના મેળામાં મલ કુસ્તી બાજો આ મેળામાં ભાગ લે છે, અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે. આજે મોજપ ગામે પઠાપીર દાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો મલ કુસ્તી નિહાળવા આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું દ્વારકા નજીક શિવરાજપુર ગામે આવેલ હઝરત જાકુપીર દાદાની દરગાહના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.18.09.24ને બુધવાર, ભાદરવી પૂનમના રોજ સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મલ્લ કુસ્તી મેળો એ આપણી સંસ્કૃતિના રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ છે. સ્થાનીય વયોવૃધ્ધ વડીલોના મતે આ મલ્લ કુસ્તી મેળો આશરે 500 વર્ષ ઉપરાંતથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે. જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તીમેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયકા છે. આ મેળામાં કોમી એકતા જોવા મળે છે આ કુસ્તીમેળાની વિશેષતા એ છે કે અહીં ઓખામંડળ તેમજ બારાડી, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લીમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા દર વર્ષની ભાદરવી પૂનમે એકઠા થાય છે જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ મુસ્લીમ કોમી એખલાસના પ્રતિક સમી પૌરાણિક પરંપરા 500 વર્ષ બાદ પણ જળવાઈ રહી છે. આધુનિક સમયમાં પણ પૌરાણિક પરંપરા આયોજકો દ્વારા તૈયાર કરાયેલ પરંપરાગત નિયમો અનુસાર મલ્લ કુસ્તી યોજવામાં આવે છે. શિવરાજપુર ખાતે સ્થાનીય ગ્રામજનો દ્વારા શિવરાજપુર, મોજપ તેમજ મકનપુર ગામોના સહયોગથી આગામી બુધવારે સવારે 11.30 થી સાંજે 4.30 સુધી હજરતવલી જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળા યોજાનાર છે. આ મલ્લ કુસ્તી મેળો નીહાળવા માટે આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડે છે.

Dwarka: મોજપ ગામે પૌરાણિક મલ કુસ્તી મેળો યોજાયો, કુસ્તીબાજોએ કૌવત બતાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકા જિલ્લાના મોજપ ગામે 507 વર્ષથી પૌરાણિક મલ કુસ્તી મેળો યોજાતો આવે છે જે આજે ભાદરવી નોમ દિવસે રંગેચંગે યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં મલ કુસ્તીબાજોએ પોતાનું કૌવત બતાવ્યું હતું.


દ્વારકા જિલ્લાના મોજપ ગામે પઠાપીરદાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળો આજે ભાદરવી નોમના દિવસે યોજાયો હતો આ મલ કુસ્તી મેળાનું આયોજન મોજપ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

પૌરાણિક કાળથી આ રમતનું આયોજન થાય છે

આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પર સીમિત રમતો રમ્યા અને પોતાની જાતને સ્માર્ટ ગણે છે ત્યાં બીજી બાજુ રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ એટલે મલ કુસ્તી મેળો આ મલ કુસ્તી મેળાનું આયોજન અતિ પૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું. ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના મોજપ ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે. મોજપ જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી મોટી સંખ્યામાં મલકુસ્તી બાજુ તેમજ ચારથી પાંચ હજાર જેટલા મલ કુસ્તી પ્રેમી જનતા અહીં આ મેળામાં આવી રહી છે. અહીંના મેળામાં મલ કુસ્તી બાજો આ મેળામાં ભાગ લે છે, અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે. આજે મોજપ ગામે પઠાપીર દાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો મલ કુસ્તી નિહાળવા આવી પહોંચ્યા હતા.


દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું

દ્વારકા નજીક શિવરાજપુર ગામે આવેલ હઝરત જાકુપીર દાદાની દરગાહના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.18.09.24ને બુધવાર, ભાદરવી પૂનમના રોજ સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મલ્લ કુસ્તી મેળો એ આપણી સંસ્કૃતિના રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ છે.

સ્થાનીય વયોવૃધ્ધ વડીલોના મતે આ મલ્લ કુસ્તી મેળો આશરે 500 વર્ષ ઉપરાંતથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે. જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તીમેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયકા છે.

આ મેળામાં કોમી એકતા જોવા મળે છે

આ કુસ્તીમેળાની વિશેષતા એ છે કે અહીં ઓખામંડળ તેમજ બારાડી, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લીમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા દર વર્ષની ભાદરવી પૂનમે એકઠા થાય છે જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ મુસ્લીમ કોમી એખલાસના પ્રતિક સમી પૌરાણિક પરંપરા 500 વર્ષ બાદ પણ જળવાઈ રહી છે.

આધુનિક સમયમાં પણ પૌરાણિક પરંપરા આયોજકો દ્વારા તૈયાર કરાયેલ પરંપરાગત નિયમો અનુસાર મલ્લ કુસ્તી યોજવામાં આવે છે. શિવરાજપુર ખાતે સ્થાનીય ગ્રામજનો દ્વારા શિવરાજપુર, મોજપ તેમજ મકનપુર ગામોના સહયોગથી આગામી બુધવારે સવારે 11.30 થી સાંજે 4.30 સુધી હજરતવલી જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળા યોજાનાર છે. આ મલ્લ કુસ્તી મેળો નીહાળવા માટે આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડે છે.