Ahmedabadમાં ગાંધી આશ્રમથી વાડજ સુધીનો 800 મીટરનો રસ્તો કાયમી ધોરણે બંધ
અમદાવાદીઓ માટે એક મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે,જેમાં આજથી ગાંધીઆશ્રમથી વાડજ સુધીનો માર્ગ કાયમી ધોરણે બંધ રહેશે,800 મીટરનો રોડ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.આશ્રમની મુલાકાતે આવનાર લોકો માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે.શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. જાણો નવો રૂટ કયો રહેશે મગન નિવાસ, ખેત વિકાસ પરિષદ નજીક પાર્કિંગ વ્યવસ્થા કરી શકાશે RTOથી પ્રબોધ રાવલ બ્રિજ થઈ વાયા ડી-માર્ટ જઈ શકાશે ડીમાર્ટથી કાર્ગો મોટર્સ, પરીક્ષિત લાલ બ્રિજથી વાડજ જવાશે આશ્રમ નજીક 2 નવા પાર્કિંગ બનાવાયા આ અંગે સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ સ્પેશિયલ ઓન ડ્યુટી ઓફિસર આઇ.કે પટેલે જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજ બાજુથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે મગન નિવાસની નજીકમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. વાડજ રિવરફ્રન્ટથી આવતા આશ્રમના મુલાકાતઓની સગવડ માટે ખેત વિકાસ પરિષદની બાજુમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેથી મુલાકાતિઓ સહેલાઈથી તેમનું વાહન પાર્ક કરી આશ્રમની મુલાકાત લઈ શકે છે. આશ્રમના 1200 કરોડના માસ્ટર પ્લાનમાં શું શું ખાસિયતો? તમને જણાવી દઈએ કે જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલની આગેવાની હેઠળની અમદાવાદ સ્થિત HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (HCPDPM) દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. આ માસ્ટરપ્લાનમાં 120 એકરમાં ફેલાયેલા મૂળ આશ્રમમાં અસ્તિત્વમાં રહેલા 63 માળખામાંથી લગભગ અડધાને પુનઃસ્થાપિત, સંરક્ષણ અને પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સાથે સાબરમતી નદીના કિનારે આવેલી આ જમીનમાં કુલ 36 ઇમારતોને રિ-ડેવલપ કરવામાં આવશે તેવું તંત્રનું આયોજન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદીઓ માટે એક મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે,જેમાં આજથી ગાંધીઆશ્રમથી વાડજ સુધીનો માર્ગ કાયમી ધોરણે બંધ રહેશે,800 મીટરનો રોડ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.આશ્રમની મુલાકાતે આવનાર લોકો માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે.શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો આજથી અમલ શરૂ થઈ ગયો છે.
જાણો નવો રૂટ કયો રહેશે
મગન નિવાસ, ખેત વિકાસ પરિષદ નજીક પાર્કિંગ વ્યવસ્થા કરી શકાશે
RTOથી પ્રબોધ રાવલ બ્રિજ થઈ વાયા ડી-માર્ટ જઈ શકાશે
ડીમાર્ટથી કાર્ગો મોટર્સ, પરીક્ષિત લાલ બ્રિજથી વાડજ જવાશે
આશ્રમ નજીક 2 નવા પાર્કિંગ બનાવાયા
આ અંગે સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ સ્પેશિયલ ઓન ડ્યુટી ઓફિસર આઇ.કે પટેલે જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજ બાજુથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે મગન નિવાસની નજીકમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. વાડજ રિવરફ્રન્ટથી આવતા આશ્રમના મુલાકાતઓની સગવડ માટે ખેત વિકાસ પરિષદની બાજુમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેથી મુલાકાતિઓ સહેલાઈથી તેમનું વાહન પાર્ક કરી આશ્રમની મુલાકાત લઈ શકે છે.
આશ્રમના 1200 કરોડના માસ્ટર પ્લાનમાં શું શું ખાસિયતો?
તમને જણાવી દઈએ કે જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલની આગેવાની હેઠળની અમદાવાદ સ્થિત HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (HCPDPM) દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. આ માસ્ટરપ્લાનમાં 120 એકરમાં ફેલાયેલા મૂળ આશ્રમમાં અસ્તિત્વમાં રહેલા 63 માળખામાંથી લગભગ અડધાને પુનઃસ્થાપિત, સંરક્ષણ અને પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સાથે સાબરમતી નદીના કિનારે આવેલી આ જમીનમાં કુલ 36 ઇમારતોને રિ-ડેવલપ કરવામાં આવશે તેવું તંત્રનું આયોજન છે.