Gujaratમાં સરકારે ટેકાના ભાવે અત્યાર સુધી 4.68 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં અત્યાર સુધી 4.68 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે જેમા 1,42,697 ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરાઈ છે તો 1418 કરોડ રૂપિયા ખેડૂતોને અત્યાર સુધી ચૂકવાયા છે સાથે સાથે 64,952 ખેડૂતોને રકમ ચૂકવાઇ ગઈ છે,હજુ પણ ટેકાના ભાવે ખરીદી યથાવત છે. ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. 11 નવેમ્બરથી ખરીદી શરૂ કરાઈ હતી ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી હતી. 97 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી ઑક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં અત્યાર સુધી 4.68 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે જેમા 1,42,697 ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરાઈ છે તો 1418 કરોડ રૂપિયા ખેડૂતોને અત્યાર સુધી ચૂકવાયા છે સાથે સાથે 64,952 ખેડૂતોને રકમ ચૂકવાઇ ગઈ છે,હજુ પણ ટેકાના ભાવે ખરીદી યથાવત છે.
ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
11 નવેમ્બરથી ખરીદી શરૂ કરાઈ હતી
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી હતી.
97 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે
ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી ઑક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.