પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષ, સસરાને એક વર્ષની કેદ
સુરતરૃપિયા પાંચ લાખ દહેજ લાવવા ત્રાસને પગલે ડિંડોલીમાં યાદવ પરિવારની પરિણીતાએ લગ્નના દોઢ મહિનામાં જ ફાંસો ખાઇ લીધો હતોદસેક વર્ષ પહેલાં યુપીવાસી પરણીતાને દહેજના મુદ્દે ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર આરોપી સાસુને નિર્દોષ તથા આરોપી પતિ તથા સસરાને દોષી ઠેરવી પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જ અમિતકુમાર એન.દવેએ આરોપી પતિને ઈપીકો-306ના ગુનામાં પાંચ વર્ષની સખ્તકેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા આરોપી પતિ-સસરાને ઈપીકો-498(ક)ના ગુનામાં એક વર્ષની કેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.યુપી ખાતે રહેતા ફરિયાદી વિરેન્દ્રસિંગ ખુશીરામ યાદવની પુત્રી સીમાદેવીના લગ્ન મૂળ યુપીના એટા જિલ્લાના જલેસરના વતની રાજકિશોર તારીફસિંહ યાદવ (રે.અંબિકાપાર્ક વિભાગ-1,ડીંડોલી) ના રિક્ષાચાલક પુત્રી અજય સાથે ફેબુ્રઆરી-2011માં થયા હતા.લગ્નજીવનના માત્ર દોઢ જ માસમાં પતિ અજય સસરા રાજકીશોર તથા સાસુ મુનીતાદેવી દ્વારા પરણીતાને પિયરમાંથી પાંચ લાખ લાવવા ત્રાસ આપતા હતા.જેથી પતિ-સાસરીયાના દહેજ સંબંધી ત્રાસથી કંટાળીને સીમાદેવીએ 25-9-12ના રોજ ગળે ફાંસો ખાઈને જીવનદોરી ટુંકાવી લીધી હતી.જેથી મૃત્તક પુત્રીના ફરિયાદી પિતાએ લગ્નજીવનના ટુંકાગાળામાં દહેજ સંબંધી ત્રાસ આપી પુત્રીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પતિ-સાસરીયા વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી લિંબાયત પોલીસે ઈપીકો-306,498(ક),દહેજ પ્રતિબંધક ધારાની કલમ-3,7 તથા 5 હેઠળ તમામની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.દશ વર્ષ જુના કેસની અંતિમ ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેના વિરોધમાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ વેરવૃત્તિ સંતોષવા હાલની ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો.પરંતુ જેના સમર્થનમાં તપાસેલા ચાર સાક્ષીઓની જુબાનીમાં પણ કોર્ટના રેકર્ડ પર પુરાવો લાવી શક્યા નહોતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવાર તથા નિલેશ ગોળવાળાએ કુલ 9 સાક્ષી તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીઓને આક્ષેપિત અલગ અલગ ગુનામાં દોષી ઠેરવી ઉપરોકત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.જ્યારે આરોપી સાસુ મુનીતાદેવી વિરુધ્ધ શંકારહિત કેસ સાબિત ન થતાં કોર્ટે આરોપી સાસુને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત
રૃપિયા પાંચ લાખ દહેજ લાવવા ત્રાસને પગલે ડિંડોલીમાં યાદવ પરિવારની પરિણીતાએ લગ્નના દોઢ મહિનામાં જ ફાંસો ખાઇ લીધો હતો
દસેક વર્ષ પહેલાં યુપીવાસી પરણીતાને દહેજના મુદ્દે ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર આરોપી સાસુને નિર્દોષ તથા આરોપી પતિ તથા સસરાને દોષી ઠેરવી પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જ અમિતકુમાર એન.દવેએ આરોપી પતિને ઈપીકો-306ના ગુનામાં પાંચ વર્ષની સખ્તકેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા આરોપી પતિ-સસરાને ઈપીકો-498(ક)ના ગુનામાં એક વર્ષની કેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.
યુપી ખાતે રહેતા ફરિયાદી વિરેન્દ્રસિંગ ખુશીરામ યાદવની પુત્રી સીમાદેવીના લગ્ન મૂળ યુપીના એટા જિલ્લાના જલેસરના વતની રાજકિશોર તારીફસિંહ યાદવ (રે.અંબિકાપાર્ક વિભાગ-1,ડીંડોલી) ના રિક્ષાચાલક પુત્રી અજય સાથે ફેબુ્રઆરી-2011માં થયા હતા.લગ્નજીવનના માત્ર દોઢ જ માસમાં પતિ અજય સસરા રાજકીશોર તથા સાસુ મુનીતાદેવી દ્વારા પરણીતાને પિયરમાંથી પાંચ લાખ લાવવા ત્રાસ આપતા હતા.જેથી પતિ-સાસરીયાના દહેજ સંબંધી ત્રાસથી કંટાળીને સીમાદેવીએ 25-9-12ના રોજ ગળે ફાંસો ખાઈને જીવનદોરી ટુંકાવી લીધી હતી.જેથી મૃત્તક પુત્રીના ફરિયાદી પિતાએ લગ્નજીવનના ટુંકાગાળામાં દહેજ સંબંધી ત્રાસ આપી પુત્રીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પતિ-સાસરીયા વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી લિંબાયત પોલીસે ઈપીકો-306,498(ક),દહેજ પ્રતિબંધક ધારાની કલમ-3,7 તથા 5 હેઠળ તમામની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.દશ વર્ષ જુના કેસની અંતિમ ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેના વિરોધમાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ વેરવૃત્તિ સંતોષવા હાલની ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો.પરંતુ જેના સમર્થનમાં તપાસેલા ચાર સાક્ષીઓની જુબાનીમાં પણ કોર્ટના રેકર્ડ પર પુરાવો લાવી શક્યા નહોતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવાર તથા નિલેશ ગોળવાળાએ કુલ 9 સાક્ષી તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીઓને આક્ષેપિત અલગ અલગ ગુનામાં દોષી ઠેરવી ઉપરોકત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.જ્યારે આરોપી સાસુ મુનીતાદેવી વિરુધ્ધ શંકારહિત કેસ સાબિત ન થતાં કોર્ટે આરોપી સાસુને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.