BZ ગ્રુપના કૌભાંડીઓ સામે CIDની તપાસ તેજ, પોલીસે ભોગ બનનારાઓની નોંધી ફરિયાદ
બીઝેડ ગ્રુપના કૌંભાડીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે અને તપાસનો ધમધમાટ કર્યો છે,CID ક્રાઈમની 4 ટીમો દ્વારા સાબરકાંઠા, અરવલ્લીમાં તપાસ તેજ કરવામાં આવી છે.100થી વધુ એજન્ટો, મળતિયા ભૂગર્ભમાં ઉતર્યાની શંકા છે સાથે સાથે CID દ્વારા રોકાણકારોના નિવેદનો લેવાનું શરૂ કરાયું છે.નોટોના બંડલ અને આઈફોનની રીલ બનાવનારાઓ ગાયબ થઈ ગયા છે. એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા શિક્ષકો, વેપારીઓ સહિતના BZના એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે,આઈફોન ભેટ મળ્યાનો રોફ જમાવનારનો ફોન બંધ થયો છે તો તપાસનો રેલો શાળા સુધી પહોંચતા શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો છે.એજન્ટોની તપાસ માટે પહોંચવાની આશંકાએ ફફડાટ શિક્ષકોમાં જોવા મળ્યો છે.શિક્ષણ વિભાગે વિગતો મંગાવવાની શરુ કરી છે કાર્યવાહી,તો પોલીસે પણ અરવલ્લી અને સાબરકાંઠામાં ભોગ બનનારાઓને મળીને નિવેદન નોંધ્યા છે અને ફરિયાદો પણ નોંધી છે. બનાસકાંઠાની ઓફીસ પણ બંધ BZ ગ્રુપ કંપની અને BZ ફાઇનાન્સ સર્વિસ સામે ગાંધીનગર CID ક્રાઈમની તપાસ શરૂ થયા બાદ બેંક એકાઉન્ટમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા ઓફિસમાંથી રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, CID ક્રાઈમની તપાસ શરૂ થતા મુખ્ય સંચાલકો બ્રાન્ચ બંધ કરીને ફરાર થઈ ગયા છે.પાલનપુરના ગઠામણ પાટિયા ખાતે BZ ગ્રુપની બ્રાન્ચ છે, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. એટલે કે સંચાલકો બ્રાન્ચને તાળા મારીને ફરાર થઈ ગયા છે. અહીંયા આ ગ્રુપની ઓફિસ છે એટલે એનો મતલબ એ કે બનાસકાંઠાના રોકાણકારોએ પણ પોતાના પૈસા રોક્યા હશે. BZ ગ્રુપના કૌભાંડમાં શિક્ષકો પણ એજન્ટની ભૂમિકામાં હતા ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો સામે કરાશે કાર્યવાહી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન અને છબિ હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. ગોધરામાં પણ હતી ઓફીસ રાજયભરમાં BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડના કૌભાંડની ચર્ચાઓ વચ્ચે ગોધરા અને લુણાવાડા ખાતે આવેલી BZ ગ્રૃપની ઓફિસ પર ખંભાતી તાળાં જોવા મળ્યા હતા. 6 હજાર કરોડના કૌભાંડ બહાર આવતા ચાર માસ અગાઉ ખોલેલ BZની ઓફિસ ચાર દિવસ પહેલા બંધ થઇ જવા પામી છે. ગોધરા અને લુણાવાડામાં કેટલા રોકાણકારોમાં કેટલાં રૂપિયા ડુબી ગયા તે આંકડો હજુ બહાર આવ્યો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બીઝેડ ગ્રુપના કૌંભાડીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે અને તપાસનો ધમધમાટ કર્યો છે,CID ક્રાઈમની 4 ટીમો દ્વારા સાબરકાંઠા, અરવલ્લીમાં તપાસ તેજ કરવામાં આવી છે.100થી વધુ એજન્ટો, મળતિયા ભૂગર્ભમાં ઉતર્યાની શંકા છે સાથે સાથે CID દ્વારા રોકાણકારોના નિવેદનો લેવાનું શરૂ કરાયું છે.નોટોના બંડલ અને આઈફોનની રીલ બનાવનારાઓ ગાયબ થઈ ગયા છે.
એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા
શિક્ષકો, વેપારીઓ સહિતના BZના એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે,આઈફોન ભેટ મળ્યાનો રોફ જમાવનારનો ફોન બંધ થયો છે તો તપાસનો રેલો શાળા સુધી પહોંચતા શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો છે.એજન્ટોની તપાસ માટે પહોંચવાની આશંકાએ ફફડાટ શિક્ષકોમાં જોવા મળ્યો છે.શિક્ષણ વિભાગે વિગતો મંગાવવાની શરુ કરી છે કાર્યવાહી,તો પોલીસે પણ અરવલ્લી અને સાબરકાંઠામાં ભોગ બનનારાઓને મળીને નિવેદન નોંધ્યા છે અને ફરિયાદો પણ નોંધી છે.
બનાસકાંઠાની ઓફીસ પણ બંધ
BZ ગ્રુપ કંપની અને BZ ફાઇનાન્સ સર્વિસ સામે ગાંધીનગર CID ક્રાઈમની તપાસ શરૂ થયા બાદ બેંક એકાઉન્ટમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા ઓફિસમાંથી રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, CID ક્રાઈમની તપાસ શરૂ થતા મુખ્ય સંચાલકો બ્રાન્ચ બંધ કરીને ફરાર થઈ ગયા છે.પાલનપુરના ગઠામણ પાટિયા ખાતે BZ ગ્રુપની બ્રાન્ચ છે, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. એટલે કે સંચાલકો બ્રાન્ચને તાળા મારીને ફરાર થઈ ગયા છે. અહીંયા આ ગ્રુપની ઓફિસ છે એટલે એનો મતલબ એ કે બનાસકાંઠાના રોકાણકારોએ પણ પોતાના પૈસા રોક્યા હશે.
BZ ગ્રુપના કૌભાંડમાં શિક્ષકો પણ એજન્ટની ભૂમિકામાં હતા
ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષકો સામે કરાશે કાર્યવાહી
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન અને છબિ હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
ગોધરામાં પણ હતી ઓફીસ
રાજયભરમાં BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડના કૌભાંડની ચર્ચાઓ વચ્ચે ગોધરા અને લુણાવાડા ખાતે આવેલી BZ ગ્રૃપની ઓફિસ પર ખંભાતી તાળાં જોવા મળ્યા હતા. 6 હજાર કરોડના કૌભાંડ બહાર આવતા ચાર માસ અગાઉ ખોલેલ BZની ઓફિસ ચાર દિવસ પહેલા બંધ થઇ જવા પામી છે. ગોધરા અને લુણાવાડામાં કેટલા રોકાણકારોમાં કેટલાં રૂપિયા ડુબી ગયા તે આંકડો હજુ બહાર આવ્યો નથી.