17 વર્ષની તરૃણીનું અપહરણ કરી જાતીય હુમલામાં મહિલા, બે પુરુષને ત્રણ વર્ષની કેદ

સુરતકુલ 75 હજાર દંડ,  ભરે તો તેમાંથી 50 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજાર મળી પીડિતાને રૃા.1 લાખ વળતર આપવા હુકમ   ચારેક  વર્ષ પહેલાં વેડરોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૃણીને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને ચાર દિવસ સાથે રાખી માર મારીને જાતીય હુમલો કરનાર બે પુરુષ તથા મદદગારી કરનાર આરોપી મહીલાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના જજે પોક્સો એકટની કલમ-16,17 તથા 18 ના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ,દરેકને 25 હજાર દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદ,આરોપીઓ કુલ 75હજાર દંડ ભરે તો 50 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ પીડીતાને 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડરોડ વિસ્તારમાં રહેતા ફરિયાદી પિતાએ ગઈ તા.10-1-21ના રોજ પોતાની 17 વર્ષની પુત્રીને કોઈ અજાણ્યા ઈસમો ભગાડી ગયા હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોધાવી હતી.જેની તપાસ દરમિયાન ચોકબજાર પોલીસ મથકમાં ચારેક દિવસ બાદ વેડરોડ ભગવાનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય આરોપી કિશોર રામજી ગોહીલ,27 વર્ષીય કાજલ પાચુલાલ મિશ્રા તથા 30 વર્ષીય આરોપી પ્રકાશ કેશવ નાગર(રે.મહેનતનગર સોસાયટી, ડભોલી)એ ભોગ બનનાર સાથે પોલીસ મથકમાં સામેથી હાજર થયા હતા. જેથી આરોપીઓ વિરુધ્ધ ભોગ બનનારના ફરિયાદી પિતાએ પોતાની સગીર પુત્રીને વાલીપણાની સંમતિ વિના ભગાડી જઈને ચાર દિવસ સાથે રાખી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગ તથા જાતીય હુમલો કરવા બદલ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે કુલ 12 સાક્ષી થતા 22 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને ત્રણેય આરોપીઓને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.

17 વર્ષની તરૃણીનું અપહરણ કરી જાતીય હુમલામાં મહિલા, બે પુરુષને ત્રણ વર્ષની કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



સુરત

કુલ 75 હજાર દંડભરે તો તેમાંથી 50 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજાર મળી પીડિતાને રૃા.1 લાખ વળતર આપવા હુકમ

   

ચારેક  વર્ષ પહેલાં વેડરોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૃણીને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને ચાર દિવસ સાથે રાખી માર મારીને જાતીય હુમલો કરનાર બે પુરુષ તથા મદદગારી કરનાર આરોપી મહીલાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના જજે પોક્સો એકટની કલમ-16,17 તથા 18 ના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ,દરેકને 25 હજાર દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદ,આરોપીઓ કુલ 75હજાર દંડ ભરે તો 50 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ પીડીતાને 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડરોડ વિસ્તારમાં રહેતા ફરિયાદી પિતાએ ગઈ તા.10-1-21ના રોજ પોતાની 17 વર્ષની પુત્રીને કોઈ અજાણ્યા ઈસમો ભગાડી ગયા હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોધાવી હતી.જેની તપાસ દરમિયાન ચોકબજાર પોલીસ મથકમાં ચારેક દિવસ બાદ વેડરોડ ભગવાનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય આરોપી કિશોર રામજી ગોહીલ,27 વર્ષીય કાજલ પાચુલાલ મિશ્રા તથા 30 વર્ષીય આરોપી પ્રકાશ કેશવ નાગર(રે.મહેનતનગર સોસાયટી, ડભોલી)એ ભોગ બનનાર સાથે પોલીસ મથકમાં સામેથી હાજર થયા હતા. જેથી આરોપીઓ વિરુધ્ધ ભોગ બનનારના ફરિયાદી પિતાએ પોતાની સગીર પુત્રીને વાલીપણાની સંમતિ વિના ભગાડી જઈને ચાર દિવસ સાથે રાખી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગ તથા જાતીય હુમલો કરવા બદલ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે કુલ 12 સાક્ષી થતા 22 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને ત્રણેય આરોપીઓને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.