Surendranagar: પાલિકા પ્રમુખના વોર્ડમાં જ નર્કાગારની સ્થિતિથી ભારે આક્રોશ

ગટરનાં પાણી ઊભરાઇ સોસાયટીમાં ફરી વળતાં મચ્છરજન્ય સહિતનો રોગચાળો ત્રાટકવાની ભીતિCO અને પ્રમુખના સંકલનના અભાવે શહેરીજનોની હાલત કફોડી : દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી સ્થાનિકો ત્રસ્ત  જન્માષ્ટમી જેવો તહેવાર હોવા છતાય રહીશો ગંદા પાણીમાં ચાલવા મજબૂર થઇ રહયા છે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર4માં છેલ્લાં દશેક દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઇને સતત રસ્તા ઉપર આવતા હોવા છતાય પાલીકા દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા નર્કાગાર જેવી સ્થિતી સર્જાઇ છે. જન્માષ્ટમી જેવો તહેવાર હોવા છતાય રહીશો ગંદા પાણીમાં ચાલવા મજબૂર થઇ રહયા છે અને ગંદકીના કારણે ભુલકાંઓ સહિતના લોકો બિમારીનો ભોગ બની રહયા હોવાથી રહીશોએ પાલિકા સામે રોષ વ્યકત કરી કલેકટર તાત્કાલીક સમસ્યા ઉકેલે એવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જ્યારથી જાહેરાત કરાઇ છે. ત્યારથી સત્તાધીશો સમસ્યાઓ ઉકેલવામાં ધ્યાન ન આપતા હોય એવુ લાગી રહયુ છે. શહેરમાં પ્રમુખના વોર્ડ નં. 4ની નવજીવન સોસાયટી, કસ્તુરબા, અંકુર અને પંચવટી સોસાયટી સહિતના વિસ્તારમાં ગંદકીની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. હીરામોહન સ્કૂલની સામે ગંદકીના ખડકલાના કારણે શાળાના બાળકો સહિતના રહીશોના આરોગ્ય જોખમાઇ રહયા છે. બીજી તરફ સોસાયટીમાં ગટરના ગંદા પાણી ટયુબેલમાંથી પાણી બહાર આવતુ હોય એમ ગટરના પાણી રસ્તામાં ઉભરાઇ રહયા છે. જેના કારણે શેરીઓમાં ગંદા પાણી વરસાદી પાણીની જેમ ભરાતા છાત્રો અને રહીશોને પાણીમાંથી ચાલવા મજબૂર થવુ પડે છે. આ વિસ્તારના લોકો આ ગંદા પાણીના કારણે બિમારીનો ભોગ બની રહયા છે. જન્માષ્ટમી આવતી હોવાથી દશેક દિવસથી રહીશો ચીફ ઓફીસરને વારંવાર રજૂઆત કરવા છતાંય સમસ્યા ઉકેલાઇ નથી અને હવે સતત પાણી ભરાઇ રહેતા હોવાના કારણે ચામડીના રોગ, ચાંદીપુરા કે ડેંગ્યુની બિમારીનો પણ લોકોને ડર લાગી રહયો છે. એક બાળકીને અસંખ્ય મચ્છર કરડયાં સતત ગંદા પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ થતા આ વિસ્તારના લોકોને મચ્છરનો ત્રાસ ભોગવવો પડે છે ત્યારે એક બાળકીને શરીરે અસંખ્ય મચ્છર કરડતા વિસ્તારના લોકોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય વોર્ડ નં.4માં હીરામોહન સ્કૂલ અને આંગણવાડીના બાળકો સહિતના રહીશો ગંદા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર હોવા છતાંય પાલિકા દ્વારા ગટર અને કચરાની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા રહીશોએ રોષ વ્યકત કર્યો હતો. શહેરીજનોની સમસ્યા કોણ ઉકેલશે ? સામાજિક કાર્યકર કમલેશ કોટેચાએ જણાવેલ કે પાલીકા પ્રમુખના વોર્ડ નંબર 4ની સોસાયટીઓમાં દશ દિવસથી ગટરના પાણી રસ્તામાં ઉભરાતા હોવાથી બિમારી ફેલાઇ રહી હોવા છતાંય ચીફ ઓફીસર કે પાલિકા દ્વારા સમસ્યા ઉકેલાતી નથી. જ્યારે પ્રમુખના વોર્ડની સમસ્યા નથી ઉકેલાતી તો બીજા વિસ્તારના રહીશોની સમસ્યા કોણ ઉકેલશે.?

Surendranagar: પાલિકા પ્રમુખના વોર્ડમાં જ નર્કાગારની સ્થિતિથી ભારે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગટરનાં પાણી ઊભરાઇ સોસાયટીમાં ફરી વળતાં મચ્છરજન્ય સહિતનો રોગચાળો ત્રાટકવાની ભીતિ
  • CO અને પ્રમુખના સંકલનના અભાવે શહેરીજનોની હાલત કફોડી : દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી સ્થાનિકો ત્રસ્ત
  •  જન્માષ્ટમી જેવો તહેવાર હોવા છતાય રહીશો ગંદા પાણીમાં ચાલવા મજબૂર થઇ રહયા છે

સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર4માં છેલ્લાં દશેક દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઇને સતત રસ્તા ઉપર આવતા હોવા છતાય પાલીકા દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા નર્કાગાર જેવી સ્થિતી સર્જાઇ છે. જન્માષ્ટમી જેવો તહેવાર હોવા છતાય રહીશો ગંદા પાણીમાં ચાલવા મજબૂર થઇ રહયા છે અને ગંદકીના કારણે ભુલકાંઓ સહિતના લોકો બિમારીનો ભોગ બની રહયા હોવાથી રહીશોએ પાલિકા સામે રોષ વ્યકત કરી કલેકટર તાત્કાલીક સમસ્યા ઉકેલે એવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જ્યારથી જાહેરાત કરાઇ છે. ત્યારથી સત્તાધીશો સમસ્યાઓ ઉકેલવામાં ધ્યાન ન આપતા હોય એવુ લાગી રહયુ છે. શહેરમાં પ્રમુખના વોર્ડ નં. 4ની નવજીવન સોસાયટી, કસ્તુરબા, અંકુર અને પંચવટી સોસાયટી સહિતના વિસ્તારમાં ગંદકીની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. હીરામોહન સ્કૂલની સામે ગંદકીના ખડકલાના કારણે શાળાના બાળકો સહિતના રહીશોના આરોગ્ય જોખમાઇ રહયા છે. બીજી તરફ સોસાયટીમાં ગટરના ગંદા પાણી ટયુબેલમાંથી પાણી બહાર આવતુ હોય એમ ગટરના પાણી રસ્તામાં ઉભરાઇ રહયા છે. જેના કારણે શેરીઓમાં ગંદા પાણી વરસાદી પાણીની જેમ ભરાતા છાત્રો અને રહીશોને પાણીમાંથી ચાલવા મજબૂર થવુ પડે છે. આ વિસ્તારના લોકો આ ગંદા પાણીના કારણે બિમારીનો ભોગ બની રહયા છે. જન્માષ્ટમી આવતી હોવાથી દશેક દિવસથી રહીશો ચીફ ઓફીસરને વારંવાર રજૂઆત કરવા છતાંય સમસ્યા ઉકેલાઇ નથી અને હવે સતત પાણી ભરાઇ રહેતા હોવાના કારણે ચામડીના રોગ, ચાંદીપુરા કે ડેંગ્યુની બિમારીનો પણ લોકોને ડર લાગી રહયો છે.

એક બાળકીને અસંખ્ય મચ્છર કરડયાં

સતત ગંદા પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ થતા આ વિસ્તારના લોકોને મચ્છરનો ત્રાસ ભોગવવો પડે છે ત્યારે એક બાળકીને શરીરે અસંખ્ય મચ્છર કરડતા વિસ્તારના લોકોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.

શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય

વોર્ડ નં.4માં હીરામોહન સ્કૂલ અને આંગણવાડીના બાળકો સહિતના રહીશો ગંદા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર હોવા છતાંય પાલિકા દ્વારા ગટર અને કચરાની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા રહીશોએ રોષ વ્યકત કર્યો હતો.

શહેરીજનોની સમસ્યા કોણ ઉકેલશે ?

સામાજિક કાર્યકર કમલેશ કોટેચાએ જણાવેલ કે પાલીકા પ્રમુખના વોર્ડ નંબર 4ની સોસાયટીઓમાં દશ દિવસથી ગટરના પાણી રસ્તામાં ઉભરાતા હોવાથી બિમારી ફેલાઇ રહી હોવા છતાંય ચીફ ઓફીસર કે પાલિકા દ્વારા સમસ્યા ઉકેલાતી નથી. જ્યારે પ્રમુખના વોર્ડની સમસ્યા નથી ઉકેલાતી તો બીજા વિસ્તારના રહીશોની સમસ્યા કોણ ઉકેલશે.?