થાન પોલીસ મથકે ખાખરાવાળી ગામના સરપંચ અને ગ્રામજનો સહિત મહિલાઓએ હલ્લાબોલ કર્યો
- ગામમાં દારૃનું વેચાણ સદંતર બંધ કરાવવાની માંગ- અંદાજે 10 થી વધુ સ્થળો પર દારૃનું વેચાણ થતું હોવાનો આક્ષેપ- તંત્ર દ્વારા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નહિં આવે તો ગ્રામજનોને સાથે રાખી જનતા રેઈડની ચીમકી ઉચ્ચારીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી તેમજ ઈંગ્લીશ દારૃનું વેચાણ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગામના સરપંચ સહિતના આગેવાનો અને મહિલાઓએ થાન પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો અને દેશી દારૃનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવાની માંગ કરી હતી.આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે ૧૦ થી વધુ માથાભારે શખ્સો દ્વારા દેશી તેમજ ઈંગ્લીશ દારૃનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ગામમાં રહેતા યુવકો વ્યસનના રવાડે ચડી જતા અનેક પરિવારો બરબાદ થઈ રહ્યાં છે તેમજ પ્રાથમિક શાળાએ જવાના રસ્તા પર પણ દેશી દારૃનું વેચાણ થતાં શાળાએ જતા બાળકો પર પણ તેની વિપરીત અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગામમાં દારૃનું વેચાણ સદંતર બંધ કરાવવાની માંગ
- અંદાજે 10 થી વધુ સ્થળો પર દારૃનું વેચાણ થતું હોવાનો આક્ષેપ
- તંત્ર દ્વારા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નહિં આવે તો ગ્રામજનોને સાથે રાખી જનતા રેઈડની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી તેમજ ઈંગ્લીશ દારૃનું વેચાણ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગામના સરપંચ સહિતના આગેવાનો અને મહિલાઓએ થાન પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો અને દેશી દારૃનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવાની માંગ કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે ૧૦ થી વધુ માથાભારે શખ્સો દ્વારા દેશી તેમજ ઈંગ્લીશ દારૃનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ગામમાં રહેતા યુવકો વ્યસનના રવાડે ચડી જતા અનેક પરિવારો બરબાદ થઈ રહ્યાં છે તેમજ પ્રાથમિક શાળાએ જવાના રસ્તા પર પણ દેશી દારૃનું વેચાણ થતાં શાળાએ જતા બાળકો પર પણ તેની વિપરીત અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.