Ahmedabad: વેજલપુરમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, 5 આરોપીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાંથી ફરી એક વાર બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના વેજલપુર વિસ્તારમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. વેજલપુર પોલીસે સીલીકોન વેલીના મકાનમાંથી બોગસ કોલ સેન્ટર પકડ્યુ છે. કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ 10 ફોન અને 3 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.
લોન પ્રોસેસના નામે US નાગરિકો પાસેથી પૈસા પડાવતા
મુખ્ય આરોપી સહેજાદ શેખ તેના મકાનમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો અને વેજલપુર પોલીસે આ મુખ્ય આરોપીની જ ધરપકડ કરી છે. આરોપીઓ ટેક્ષ નાઉ એપ્લીકેશનથી લોન માટે અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા અને વીપીએન દ્વારા લોકેશન છુપાવીને વર્ચ્યુઅલ નંબર દ્વારા ફોન કરતા હતા. અમેરિકન કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને લોનની વાત કરીને અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ આચરતા હતા. લોન પ્રોસેસના નામે અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. લોન પ્રોસેસની ફી પેટે યુએસડીટી અને ગીફ્ટ કાર્ડ ખરીદી કરાવીને તે રોકડમાં નાણાં મેળવી લેતા અને છેતરપિંડી આચરતા હતા. વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અગાઉ ચાંગોદરમાંથી ઝડપાયું હતું કોલ સેન્ટર
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં કોલ સેન્ટર ઝડપાયું હતું. શહેરના ચાંગોદર વિસ્તારમાંથી આ કોલ સેન્ટર ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને કોલ સેન્ટર ઝડપ્યું હતું. ચાંગોદરના મોરૈયાની સ્વપ્નવિલા સોસાયટીમાં ઘરમાં જ કોલ સેન્ટર ધમધમતું હતુ. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલમાં રૂપિયા 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 5 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જણાવી દઈએ કે વડનગર અને ખેરાલુના આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા.
CBIએ 30 સપ્ટેમ્બરે રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર કરી હતી કાર્યવાહી
30 સપ્ટેમ્બરે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં CBIએ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં મુખ્ય 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં કોલ સેન્ટરોમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને ઝડપી લેવામાં આવી હતી. તેમાં પૂણેથી 10, હૈદરાબાદથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વિશાખાપટ્ટનમાંથી 11 આરોપીઓની ધરપકડ કરી હતી.
What's Your Reaction?






