Ahmedabad Digital Arrest: આધારકાર્ડનો ઉપયોગ કરી ફરિયાદી પાસે 44 લાખની આચરી છેતરપિંડી
અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ કરીને વધુ એક વખત છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી મની લોન્ડ્રીંગ કર્યો હોવાની ધમકી આપી અને ફરિયાદીને ડેપ્યુટી ગવર્નર, CBI અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના બનાવટી લેટર મોકલ્યા અને ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂપિયા 44 લાખ ભરાવીને છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.17 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે સાયબર ક્રાઈમે રશિયન વ્યક્તિની કરી ધરપકડ તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો હતો. આ ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમને સફળતા મળી હતી. રૂપિયા 17 લાખની છેતરપિંડીની તપાસમાં ગેટ કીપર ઝડપાયો હતો. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ડિજિટલ એરેસ્ટ મામલે એક રશિયન વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. રશિયન ગેટ કીપર મુંબઈ અને ગોવામાં રહેતો હતો. ગેટ કીપર પૈસા ચીન સહિત વિદેશમાં ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમે રશિયન આરોપીને ગોવાથી ઝડપ્યો હતો, આ મામલે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. રશિયન વ્યક્તિ પાસેથી 2 મોબાઈલ મળ્યા હતા પૂણે પોલીસે રશિયન વ્યક્તિની અટકાયત કરી હતી, તેની પાસેથી 2 મોબાઈલ મળ્યા હતા. આ મોબાઈલ ડેટાને હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી ડિજિટલ અરેસ્ટ સિવાય પણ અન્ય ગુનામાં સંડોવાયેલ હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. રશિયન આરોપીની સાથે અન્ય પણ એક રશિયન હતો જે ત્યાંથી ભાગી ગયો તેને શોધવાની તપાસ ચાલુ છે. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
![Ahmedabad Digital Arrest: આધારકાર્ડનો ઉપયોગ કરી ફરિયાદી પાસે 44 લાખની આચરી છેતરપિંડી](https://epapercdn.sandesh.com/images/2025/02/05/Jgmx0ybGlog7q0UGE9NIyLZGw9MYEllzpi1zvcnJ.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ કરીને વધુ એક વખત છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી મની લોન્ડ્રીંગ કર્યો હોવાની ધમકી આપી અને ફરિયાદીને ડેપ્યુટી ગવર્નર, CBI અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના બનાવટી લેટર મોકલ્યા અને ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂપિયા 44 લાખ ભરાવીને છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
17 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે સાયબર ક્રાઈમે રશિયન વ્યક્તિની કરી ધરપકડ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો હતો. આ ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમને સફળતા મળી હતી. રૂપિયા 17 લાખની છેતરપિંડીની તપાસમાં ગેટ કીપર ઝડપાયો હતો. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ડિજિટલ એરેસ્ટ મામલે એક રશિયન વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. રશિયન ગેટ કીપર મુંબઈ અને ગોવામાં રહેતો હતો. ગેટ કીપર પૈસા ચીન સહિત વિદેશમાં ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમે રશિયન આરોપીને ગોવાથી ઝડપ્યો હતો, આ મામલે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.
રશિયન વ્યક્તિ પાસેથી 2 મોબાઈલ મળ્યા હતા
પૂણે પોલીસે રશિયન વ્યક્તિની અટકાયત કરી હતી, તેની પાસેથી 2 મોબાઈલ મળ્યા હતા. આ મોબાઈલ ડેટાને હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી ડિજિટલ અરેસ્ટ સિવાય પણ અન્ય ગુનામાં સંડોવાયેલ હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. રશિયન આરોપીની સાથે અન્ય પણ એક રશિયન હતો જે ત્યાંથી ભાગી ગયો તેને શોધવાની તપાસ ચાલુ છે. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.