હળવદમાં વળતર બાબતે ખેડૂતોનો વિરોધ, ઉભા પાકમાં કામગીરી કરતા પાકને મોટું નુકસાન

હળવદના નવા અમરાપર ગામે આજે પાવરગ્રીડ કંપની દ્વારા હળવદ પોલીસ અને એસઆરપી જવાનો સાથે ખેડૂતોના જીરું અને ચણાના ઉભા પાકમાં ભારે વાહનો લાવીને કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો, પરંતુ ખેડૂતોની સંખ્યા કરતાં પોલીસ જવાનોની સંખ્યા વધુ હોવાથી ના છુટકે હતાશ થઈ રોળાઈ રહેલા પાક નજરે જોવા મજબૂર બનવું પડ્યું છે.પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે અમદાવાદ-લાકડીયા 765kv વીજલાઈન મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે, જેમાં હળવદના મંગળપુર, વેગડવાવ, ઈસનપુર, નવા અમરાપર ઘનશ્યામગઢ સહિત 9 ગામમાંથી માળીયા તાલુકાના 4, આમ 13થી વધુ ગામોમાં વીજપોલ પસાર થાય છે. છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે, પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે, ત્યારે અગાઉ ખેડૂતોએ ગામોમાં બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે હળવદના નવા અમરાપરમાં આજે ખેડૂતો એકઠા થઈ કંપનીનો વિરોધ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ ખેડૂતોને હાલમાં એક મીટરના 150 આપવામાં આવે છે, તેની જગ્યાએ 1,000ની ચુકવણી કરવામાં આવે તેવી માગણી સાથે આજે ખેડૂતોએ અમરાપર ગામે વિરોધ કર્યો હતો તો સાથે હળવદના 9 અને માળીયાના 4 એમ કુલ મળીને 13 ગામમાંથી પાવરગ્રીડ કંપનીના વીજપોલ પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં ખેડૂતોના ઉભા પાકમાં કામગીરી થતી હતી, જેનો વિરોધ થયા બાદ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે તે સમયે ખેડૂતોના ઉભા પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી નહોતી અને ફરી એક વખત જીરું અને ચણાના ઉભા પાકમાં કામગીરી થતાં ખેડૂતોએ એકઠા થઈ વિરોધ કર્યો હતો. જોકે પોલીસ જવાનોને બંદોબસ્ત ગોઠવવામાં આવતાં ખેડૂતોમાં સરકાર અને કંપની સામે ભારોભાર રોષ ફેલાયો હતો.

હળવદમાં વળતર બાબતે ખેડૂતોનો વિરોધ, ઉભા પાકમાં કામગીરી કરતા પાકને મોટું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદના નવા અમરાપર ગામે આજે પાવરગ્રીડ કંપની દ્વારા હળવદ પોલીસ અને એસઆરપી જવાનો સાથે ખેડૂતોના જીરું અને ચણાના ઉભા પાકમાં ભારે વાહનો લાવીને કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો, પરંતુ ખેડૂતોની સંખ્યા કરતાં પોલીસ જવાનોની સંખ્યા વધુ હોવાથી ના છુટકે હતાશ થઈ રોળાઈ રહેલા પાક નજરે જોવા મજબૂર બનવું પડ્યું છે.

પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે

અમદાવાદ-લાકડીયા 765kv વીજલાઈન મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે, જેમાં હળવદના મંગળપુર, વેગડવાવ, ઈસનપુર, નવા અમરાપર ઘનશ્યામગઢ સહિત 9 ગામમાંથી માળીયા તાલુકાના 4, આમ 13થી વધુ ગામોમાં વીજપોલ પસાર થાય છે. છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે, પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે, ત્યારે અગાઉ ખેડૂતોએ ગામોમાં બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે હળવદના નવા અમરાપરમાં આજે ખેડૂતો એકઠા થઈ કંપનીનો વિરોધ કર્યો હતો.

પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ

ખેડૂતોને હાલમાં એક મીટરના 150 આપવામાં આવે છે, તેની જગ્યાએ 1,000ની ચુકવણી કરવામાં આવે તેવી માગણી સાથે આજે ખેડૂતોએ અમરાપર ગામે વિરોધ કર્યો હતો તો સાથે હળવદના 9 અને માળીયાના 4 એમ કુલ મળીને 13 ગામમાંથી પાવરગ્રીડ કંપનીના વીજપોલ પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં ખેડૂતોના ઉભા પાકમાં કામગીરી થતી હતી, જેનો વિરોધ થયા બાદ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે તે સમયે ખેડૂતોના ઉભા પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી નહોતી અને ફરી એક વખત જીરું અને ચણાના ઉભા પાકમાં કામગીરી થતાં ખેડૂતોએ એકઠા થઈ વિરોધ કર્યો હતો. જોકે પોલીસ જવાનોને બંદોબસ્ત ગોઠવવામાં આવતાં ખેડૂતોમાં સરકાર અને કંપની સામે ભારોભાર રોષ ફેલાયો હતો.