Jamnagar: જામનગરમાં બાળકીની સોનોગ્રાફીને લઈ તપાસના આદેશ, જાણો મામલો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા એક માસુમ બાળકનો કલાકો સુધી સોનોગ્રાફી નહી થઈ શકતા હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે સરકારની સૂચનાથી તપાસ શરૂ કરવામાં આવી છે. જી.જી.હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે લાંબી લાઇનને લીધે મુસીબતની એક ઘટના બની છે. બે દિવસ પહેલા એક માસુમ બાળકનો કલાકો સુધી સોનોગ્રાફી નહી થઈ શકતા હોબાળો મચ્યો હતો. નવ માસની પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી અને બાળકી સતત રડતી હતી. માતા-પિતા દ્વારા હોબાળો કર્યા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ કરાયા છે. મળતી માહિતી મુજબ, જામનગરની જી.જી. હોસ્પિટલમાં નવ માસની બાળકીની સારવાર માટે તેણીના માતા-પિતા આવ્યા હતાં જ્યાં તબીબોએ તેની પ્રાથમિક તપાસ પછી પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. આ માટે તેનું ખાવા-પીવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી. પરિણામે બાળકી સતત રડતી હતી. આખરે હોબાળો થયા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આથી હોસ્પિટલના તબીબી અધિક્ષકે તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં એક જ મશીન કાર્યરત હોવાથી દર્દીની દરરોજ લાંબી કતારો જોવા મળે છે. આથી દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યાં હકીકતે વધુ પાંચ-સાત મશીનની જરૂરિયાત છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા પાંચ નવા વધારાના સોનોગ્રાફી મશીન માટે ખાનગી કંપનીઓ, સરકારી સાહસ પાસે માંગણી મૂકવામાં આવી છે.આવી જ હાલત એમઆરઆઈ અને સિટી સ્કેનની સારવારમાં જોવા મળે છે. એવી પણ જાણકારી મળી રહી છે કે આગામી એકાદ-બે માસમાં નવા મશીનો મળી જશે. એટલે સમસ્યાનું નિરાકરણ થઈ જશે. આ ઉપરાંત જુની ઈમારતનું ડિમોલીશન કર્યા પછી ત્યાં નવા બનનાર દરેક વિભાગમાં અલગ-અલગ મશીનની સેવા પણ ઉપલબ્ધ કરવાનું આયોજન છે.

Jamnagar: જામનગરમાં બાળકીની સોનોગ્રાફીને લઈ તપાસના આદેશ, જાણો મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા એક માસુમ બાળકનો કલાકો સુધી સોનોગ્રાફી નહી થઈ શકતા હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે સરકારની સૂચનાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

જી.જી.હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે લાંબી લાઇનને લીધે મુસીબતની એક ઘટના બની છે. બે દિવસ પહેલા એક માસુમ બાળકનો કલાકો સુધી સોનોગ્રાફી નહી થઈ શકતા હોબાળો મચ્યો હતો. નવ માસની પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી અને બાળકી સતત રડતી હતી. માતા-પિતા દ્વારા હોબાળો કર્યા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ કરાયા છે.

મળતી માહિતી મુજબ, જામનગરની જી.જી. હોસ્પિટલમાં નવ માસની બાળકીની સારવાર માટે તેણીના માતા-પિતા આવ્યા હતાં જ્યાં તબીબોએ તેની પ્રાથમિક તપાસ પછી પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. આ માટે તેનું ખાવા-પીવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી. પરિણામે બાળકી સતત રડતી હતી. આખરે હોબાળો થયા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આથી હોસ્પિટલના તબીબી અધિક્ષકે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં એક જ મશીન કાર્યરત હોવાથી દર્દીની દરરોજ લાંબી કતારો જોવા મળે છે. આથી દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યાં હકીકતે વધુ પાંચ-સાત મશીનની જરૂરિયાત છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા પાંચ નવા વધારાના સોનોગ્રાફી મશીન માટે ખાનગી કંપનીઓ, સરકારી સાહસ પાસે માંગણી મૂકવામાં આવી છે.આવી જ હાલત એમઆરઆઈ અને સિટી સ્કેનની સારવારમાં જોવા મળે છે. એવી પણ જાણકારી મળી રહી છે કે આગામી એકાદ-બે માસમાં નવા મશીનો મળી જશે. એટલે સમસ્યાનું નિરાકરણ થઈ જશે. આ ઉપરાંત જુની ઈમારતનું ડિમોલીશન કર્યા પછી ત્યાં નવા બનનાર દરેક વિભાગમાં અલગ-અલગ મશીનની સેવા પણ ઉપલબ્ધ કરવાનું આયોજન છે.