વન વિભાગનો સેલવાસમાં દરોડો, લાખોની કિંમતનો લાકડાનો જથ્થો જપ્ત, આરોપીઓ ફરાર

Dadra Nagar Haveli News : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના રૂદાના ગામે આવેલા જંગલમાં વન વિભાગના અધિકારીએ છાપો મારી ટેમ્પામાંથી ખેરના લાકડાનો જથ્થો પકડી પાડયો હતો. વન વિભાગના અધિકારીએ છાપો મારતા ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઈને આરોપીઓ ટેમ્પો મુકી ભાગી ગયા હતા. આ દરમિયાન વન વિભાગના અધિકારી દ્વારા 2.773 ઘન મીટર લાકડાનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.વન વિભાગના અધિકારીને ખેરના લાકડા ભરેલા ટેમ્પો મળ્યોદાદરા નગર હવેલીના ખાનવેલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે મળેલી બાતમીના આધારે સેલવાસના જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં વન વિભાગની ટીમે ખાનવેલ નજીકના રૂદાના ગામે જંગલમાં છાપો માર્યો હતો. આ દરમિયાન વન વિભાગની ટીમ રોડ પર ઉભેલા આઇસર ટેમ્પા પાસે પહોંચી હતી. તેવામાં વન વિભાગના અધિકાર જોતા જ આરોપીઓ ટેમ્પો મુકી ભાગી ગયા હતા. આ પછી ટેમ્પામાં તપાસ કરતા આશરે દોઢ લાખની કિંમતના ખેરના લાકડા ભરેલા મળી આવ્યા હતા.42 નંગ ખેરના લાકડા પકડાયાઆઇસર ટેમ્પામાંથી 42 નંગ ખેરના લાકડા ઊતાર્યા બાદ વજન કરાતા કુલ 2.773 ઘન મીટર લાકડાનો જથ્થો સહિત ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન લાકડાચોરો ગેરકાયદેસર જંગલમાં ઘૂસીને 8 ખેરના વૃક્ષ કાપ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે સમગ્ર ઘટનાને લઈને આરોપી સુધી પહોંચવા ટેમ્પાના નંબરના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાદપા નગર હવેલીના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેર સહિત લાકડાની લાકડાચોરો ચોરી કરતા હોવાની ફરિયાદને ધ્યાનમાં રાખીને વન વિભાગ અધિકારીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

વન વિભાગનો સેલવાસમાં દરોડો, લાખોની કિંમતનો લાકડાનો જથ્થો જપ્ત, આરોપીઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kher Wood

Dadra Nagar Haveli News : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના રૂદાના ગામે આવેલા જંગલમાં વન વિભાગના અધિકારીએ છાપો મારી ટેમ્પામાંથી ખેરના લાકડાનો જથ્થો પકડી પાડયો હતો. વન વિભાગના અધિકારીએ છાપો મારતા ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઈને આરોપીઓ ટેમ્પો મુકી ભાગી ગયા હતા. આ દરમિયાન વન વિભાગના અધિકારી દ્વારા 2.773 ઘન મીટર લાકડાનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વન વિભાગના અધિકારીને ખેરના લાકડા ભરેલા ટેમ્પો મળ્યો

દાદરા નગર હવેલીના ખાનવેલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે મળેલી બાતમીના આધારે સેલવાસના જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં વન વિભાગની ટીમે ખાનવેલ નજીકના રૂદાના ગામે જંગલમાં છાપો માર્યો હતો. આ દરમિયાન વન વિભાગની ટીમ રોડ પર ઉભેલા આઇસર ટેમ્પા પાસે પહોંચી હતી. તેવામાં વન વિભાગના અધિકાર જોતા જ આરોપીઓ ટેમ્પો મુકી ભાગી ગયા હતા. આ પછી ટેમ્પામાં તપાસ કરતા આશરે દોઢ લાખની કિંમતના ખેરના લાકડા ભરેલા મળી આવ્યા હતા.

42 નંગ ખેરના લાકડા પકડાયા

આઇસર ટેમ્પામાંથી 42 નંગ ખેરના લાકડા ઊતાર્યા બાદ વજન કરાતા કુલ 2.773 ઘન મીટર લાકડાનો જથ્થો સહિત ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન લાકડાચોરો ગેરકાયદેસર જંગલમાં ઘૂસીને 8 ખેરના વૃક્ષ કાપ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે સમગ્ર ઘટનાને લઈને આરોપી સુધી પહોંચવા ટેમ્પાના નંબરના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાદપા નગર હવેલીના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેર સહિત લાકડાની લાકડાચોરો ચોરી કરતા હોવાની ફરિયાદને ધ્યાનમાં રાખીને વન વિભાગ અધિકારીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.