જામનગરની સેન્ટ આન્સ સ્કૂલની વિદ્યાર્થીની અને તેની માતાને બાઈક ચાલકે ઠોકરે ચડાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ

Jamnagar Accident : જામનગરની સેન્ટ આન્સ સ્કૂલની એક વિદ્યાર્થીની તેની માતા સાથે એકટીવા સ્કૂટરમાં ઘેર પરત ફરી રહી હતી, દરમિયાન એક બાઈક ચાલકે ઠોકરે ચડાવી માતા પુત્રીને ઘાયલ કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જૈન દેરાસરની બાજુમાં સુકૃત રેસીડેન્સીમાં રહેતી રોશનીબેન આશિષભાઈ અનડકટ નામની મહિલા પોતાની ચાર વર્ષની પુત્રી પલના (4 વર્ષ) કે જે સેન્ટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે શાળાએથી છૂટી હોવાથી પોતાના એકટીવામાં પુત્રીને બેસાડીને ઘેર પરત ફરી રહી હતી.જે દરમિયાન અંબર સિનેમા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક બાઈકના ચાલકે એકટીવાને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને માતા પુત્રી બંનેને ઈજા થઈ હતી.

જામનગરની સેન્ટ આન્સ સ્કૂલની વિદ્યાર્થીની અને તેની માતાને બાઈક ચાલકે ઠોકરે ચડાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Accident : જામનગરની સેન્ટ આન્સ સ્કૂલની એક વિદ્યાર્થીની તેની માતા સાથે એકટીવા સ્કૂટરમાં ઘેર પરત ફરી રહી હતી, દરમિયાન એક બાઈક ચાલકે ઠોકરે ચડાવી માતા પુત્રીને ઘાયલ કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જૈન દેરાસરની બાજુમાં સુકૃત રેસીડેન્સીમાં રહેતી રોશનીબેન આશિષભાઈ અનડકટ નામની મહિલા પોતાની ચાર વર્ષની પુત્રી પલના (4 વર્ષ) કે જે સેન્ટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે શાળાએથી છૂટી હોવાથી પોતાના એકટીવામાં પુત્રીને બેસાડીને ઘેર પરત ફરી રહી હતી.

જે દરમિયાન અંબર સિનેમા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક બાઈકના ચાલકે એકટીવાને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને માતા પુત્રી બંનેને ઈજા થઈ હતી.