જામનગર-રાજકોટ ધોરીમાર્ગ અને કાલાવડ રોડ પર જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિના ભોગ લેવાયા
Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે એક ટ્રેક્ટરના ચાલકે ચાર વર્ષના માસુમ બાળકને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સણોસરા ગામના ખેડૂત રાજેશભાઈ રાણપરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નવલસીંગ રૂપાભાઈ ડામોર નામના 31 વર્ષના શ્રમિક યુવાનનો ચાર વર્ષનો પુત્ર વિરેન કે જે ઘર પાસે રમી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 બીઆર 8204 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેને કચડી નાખતાં બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે નવલસિંહ ડામોર નામના શ્રમિક યુવાને ટ્રેકટર ચાલક માનસિંગભાઈ સામે પોતાના પુત્રને કચડી નાખી મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવી છે.અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક શાપર ગામના પાટીયા પાસે બન્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે એક ટ્રેક્ટરના ચાલકે ચાર વર્ષના માસુમ બાળકને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સણોસરા ગામના ખેડૂત રાજેશભાઈ રાણપરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નવલસીંગ રૂપાભાઈ ડામોર નામના 31 વર્ષના શ્રમિક યુવાનનો ચાર વર્ષનો પુત્ર વિરેન કે જે ઘર પાસે રમી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 બીઆર 8204 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેને કચડી નાખતાં બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે નવલસિંહ ડામોર નામના શ્રમિક યુવાને ટ્રેકટર ચાલક માનસિંગભાઈ સામે પોતાના પુત્રને કચડી નાખી મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક શાપર ગામના પાટીયા પાસે બન્યો હતો.