Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા માગણી
ધ્રાંગધ્રા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ પ્રકારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં હાલ માત્ર ખેતરોમાં પાણી ભરાવાથી જ નુકસાનીવાળા ખેડૂતોને જ વળતર ચૂકવવાની વાત સામે આવી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકશાની થઈ હોવાથી ફરીથી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની ધ્રાંગધ્રા તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ઓગસ્ટ સહિત ત્રણ પ્રકારે થયેલ વરસાદના કારણે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ત્યારે હાલ કૃષિ શહાય માટેના ફેર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના તમામ ગામડામાં ખેડૂતોને ખેતરોમાં વરસાદી પાણી ભરાવવા પણ અનેક પ્રકારે પાકને 70%થી પણ વધારે નુકશાન થયું છે. હાલ કૃષિ સહાય ચૂકવવા માટેના ફેર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તાલુકામા ક્યા ખેડૂતોને સહાય મળશે એ ખેડૂતોને તો ઠીક પરંતુ ખુદ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ કોઈ પ્રકારની જાણ નથી કે કૃષિ સહાયના ફેર્મ તો આખા જિલ્લાના ખેડૂતો ભરે છે. પરંતુ સહાયનો લાભ કોને મળશે ? આમ ખેડૂતો સાથે અન્યાય ના થાય અને ધ્રાંગધ્રા તાલુકાના તમામ ગામના તમામ ખેડૂતોને 70 %થી વધારે પાક નુકશાની થઈ હોવાથી બધાને નુકશાનીનું વળતર મળે એ માટે ધ્રાંગધ્રા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા મંગળવારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યને લેખિત રજૂઆત કરી જરૂર પડે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.પાકને અનેક રીતે નુકસાન થયું છે ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં ખેડૂતોના પાકમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાવા સાથે સાથે કપાસ આડો પડી જવો, પીળો પડી જવો, જીંડવા ખરી જવા, બળી જવો, ફલ ખરી જવો, નવો ફલ ના આવવો જેવી અનેક પ્રકારે પાકને 70%થી વધારે નુકશાન થયું હોવાથી ભારે આર્થિક ફટકો પડયો છે. તાલુકાના ખેડૂતોની હાલત અતિ દયનીય આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અનિયમિતતાથી તમામ ખેડૂતોના તમામ પાકને અનેક પ્રકારે નુકશાન થયું છે ખેડૂતોએ પાક ઉગાડવા માટે કરેલો ખર્ચ પણ ભોગવવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂતોને પાક નુકસાની ચૂકવાય તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. આમ ખેડૂતોની ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદરૂપી આફતથી હાલત અતિ દયનીય થઈ ગઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ પ્રકારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં હાલ માત્ર ખેતરોમાં પાણી ભરાવાથી જ નુકસાનીવાળા ખેડૂતોને જ વળતર ચૂકવવાની વાત સામે આવી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકશાની થઈ હોવાથી ફરીથી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની ધ્રાંગધ્રા તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ઓગસ્ટ સહિત ત્રણ પ્રકારે થયેલ વરસાદના કારણે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ત્યારે હાલ કૃષિ શહાય માટેના ફેર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના તમામ ગામડામાં ખેડૂતોને ખેતરોમાં વરસાદી પાણી ભરાવવા પણ અનેક પ્રકારે પાકને 70%થી પણ વધારે નુકશાન થયું છે. હાલ કૃષિ સહાય ચૂકવવા માટેના ફેર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તાલુકામા ક્યા ખેડૂતોને સહાય મળશે એ ખેડૂતોને તો ઠીક પરંતુ ખુદ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ કોઈ પ્રકારની જાણ નથી કે કૃષિ સહાયના ફેર્મ તો આખા જિલ્લાના ખેડૂતો ભરે છે. પરંતુ સહાયનો લાભ કોને મળશે ? આમ ખેડૂતો સાથે અન્યાય ના થાય અને ધ્રાંગધ્રા તાલુકાના તમામ ગામના તમામ ખેડૂતોને 70 %થી વધારે પાક નુકશાની થઈ હોવાથી બધાને નુકશાનીનું વળતર મળે એ માટે ધ્રાંગધ્રા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા મંગળવારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યને લેખિત રજૂઆત કરી જરૂર પડે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પાકને અનેક રીતે નુકસાન થયું છે
ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં ખેડૂતોના પાકમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાવા સાથે સાથે કપાસ આડો પડી જવો, પીળો પડી જવો, જીંડવા ખરી જવા, બળી જવો, ફલ ખરી જવો, નવો ફલ ના આવવો જેવી અનેક પ્રકારે પાકને 70%થી વધારે નુકશાન થયું હોવાથી ભારે આર્થિક ફટકો પડયો છે.
તાલુકાના ખેડૂતોની હાલત અતિ દયનીય
આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અનિયમિતતાથી તમામ ખેડૂતોના તમામ પાકને અનેક પ્રકારે નુકશાન થયું છે ખેડૂતોએ પાક ઉગાડવા માટે કરેલો ખર્ચ પણ ભોગવવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂતોને પાક નુકસાની ચૂકવાય તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. આમ ખેડૂતોની ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદરૂપી આફતથી હાલત અતિ દયનીય થઈ ગઈ છે.