રાજ્યની નવી 9 મનપામાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ, જાણો કોને કયા મુકાયા
રાજ્ય સરકારે જે નવી 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. નવી મહાનગરપાલિકાઓ આજથી અસ્તિત્વમાં આવી છે, ત્યારે તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે.ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ તમને જણાવી દઈએ કે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારેની નિમણૂક કરવામાં આવી છે તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ કરવામાં આવી છે. નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરીને મુકવામાં આવ્યા છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, ત્યારે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારીમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે અને આ નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે. રાજ્યમાં અગાઉ 8 મહાનગરપાલિકાઓ કાર્યરત હતી રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @ 2047ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ 2047ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિબદ્ધ છે.‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ –8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારે જે નવી 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. નવી મહાનગરપાલિકાઓ આજથી અસ્તિત્વમાં આવી છે, ત્યારે તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે.
ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ
તમને જણાવી દઈએ કે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારેની નિમણૂક કરવામાં આવી છે તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ કરવામાં આવી છે. નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરીને મુકવામાં આવ્યા છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, ત્યારે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારીમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે અને આ નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે.
રાજ્યમાં અગાઉ 8 મહાનગરપાલિકાઓ કાર્યરત હતી
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @ 2047ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ 2047ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિબદ્ધ છે.‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ –8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી છે.