Gandhinagar: હિન્દુ દેવી-દેવતા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીથી ગ્રામજનોમાં રોષ, લોકોએ બંધ પાળ્યો
હિન્દુ દેવી-દેવતા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીથી ગાંધીનગરના સાદરામાં ભારે હોબાળો મચ્યો છે. જેમાં એક ઇસમ દ્વારા ભગવાનના ફોટા પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. આવા શખ્સ લોકોની આસ્થા પર ઠેર પહોંચાડતા ગ્રામજનોએ બંધ પાળીને રોષ વ્યક્ત કરાયો છે. સાદરામાં દૂકાનો બંધ કરીને નોંધાવ્યો વિરોધ મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભગવાન રામ અને સીતા પર આપત્તિજનક ટિપ્પણી એક યુવક દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ગામના લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. આપત્તિજનક ટિપ્પણી કરનાર આરોપી સાંગરી ગામનો હોવાનું ગ્રામનજનોને જાણ થતા મામલાએ વધારે ગંભીરરૂપ ધારણ કર્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ગાંધીનગરના સાદરામાં દૂકાનો બંધ કરાવી બંધ પાળવામાં આવ્યું હતું.તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભગવાન પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે આ ઘટનાના કારણે ગાંધીનગરના સાદરામાં દુકાનો બંધ કરાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા માંગ લોકોમાં ઉઠી હતી. સાંગરી ગામના આ આરોપી સામે કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ચીલોડા પોલીસ મથકમાં એકત્ર થઇને હલ્લાબોલ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિન્દુ દેવી-દેવતા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીથી ગાંધીનગરના સાદરામાં ભારે હોબાળો મચ્યો છે. જેમાં એક ઇસમ દ્વારા ભગવાનના ફોટા પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. આવા શખ્સ લોકોની આસ્થા પર ઠેર પહોંચાડતા ગ્રામજનોએ બંધ પાળીને રોષ વ્યક્ત કરાયો છે.
સાદરામાં દૂકાનો બંધ કરીને નોંધાવ્યો વિરોધ
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભગવાન રામ અને સીતા પર આપત્તિજનક ટિપ્પણી એક યુવક દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ગામના લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. આપત્તિજનક ટિપ્પણી કરનાર આરોપી સાંગરી ગામનો હોવાનું ગ્રામનજનોને જાણ થતા મામલાએ વધારે ગંભીરરૂપ ધારણ કર્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ગાંધીનગરના સાદરામાં દૂકાનો બંધ કરાવી બંધ પાળવામાં આવ્યું હતું.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભગવાન પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે આ ઘટનાના કારણે ગાંધીનગરના સાદરામાં દુકાનો બંધ કરાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા માંગ લોકોમાં ઉઠી હતી. સાંગરી ગામના આ આરોપી સામે કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ચીલોડા પોલીસ મથકમાં એકત્ર થઇને હલ્લાબોલ કર્યો હતો.