Happy Diwali 2024 : 31 ઓકટોબરના રોજ ઉજવાશે દિવાળી, સરકારે કરી જાહેરાત
ગુજરાત સરકારે સરકારી કર્મચારીની દિવાળીને લઈ રજા જાહેર કરી છે,જેમાં 31 ઓકટોબરના રોજ દિવાળીની રજા રહેશે,તા. ૦૨/૧૧/૨૦૨૪, શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. ૦૩/૧૧/૨૦૨૪ના રોજ રવિવાર / ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે જ્યારે આ રજાઓ વચ્ચે તા. ૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા.૦૯/૧૧/૨૦૨૪ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે,મુખ્યમંત્રીનો કર્મચારી હિતલક્ષી નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન તારીખ 26 એપ્રિલ 2024 ના રોજ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં UG સેમેસ્ટર 3 અને 5 તથા PG સેમેસ્ટર 3નું પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ 24 મી જૂનથી શરૂ થયું હતું જ્યારે UG અને PG સેમેસ્ટર 1 નું સત્ર જૂન-2024 થી શરૂ થયુ હતુ. આ મુજબ 23 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીની દિવાળીને લઈ રજા જાહેર કરી છે,જેમાં 31 ઓકટોબરના રોજ દિવાળીની રજા રહેશે,તા. ૦૨/૧૧/૨૦૨૪, શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. ૦૩/૧૧/૨૦૨૪ના રોજ રવિવાર / ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે જ્યારે આ રજાઓ વચ્ચે તા. ૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા.૦૯/૧૧/૨૦૨૪ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.
સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ
આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે,મુખ્યમંત્રીનો કર્મચારી હિતલક્ષી નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન
તારીખ 26 એપ્રિલ 2024 ના રોજ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં UG સેમેસ્ટર 3 અને 5 તથા PG સેમેસ્ટર 3નું પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ 24 મી જૂનથી શરૂ થયું હતું જ્યારે UG અને PG સેમેસ્ટર 1 નું સત્ર જૂન-2024 થી શરૂ થયુ હતુ. આ મુજબ 23 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.