સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો

અમદાવાદ,શનિવારલાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતા વ્યક્તિને સફાઇ કામદારોને મળતા દિવાળીના બોનસમાંથી રૂપિયા ૧૬૦૦નો તોડ કરતા ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મુખ્ય સફાઇ કામદાર તરીકે નોકરી કરતો ભરત કટકીયા  તેના સુપરવિઝન નીચે આવતા કામદોરાને અધિકારીઓની મિઠાઇ લેવાના નામે બોનસમાંથી નાણાં ઉઘરાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા કાયમી સફાઇ કામદારોને  મળતા દિવાળી બોનસમાંથી તેમના સુપરવાઇઝર એટલે મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતો  ભરત કટકીયા નાણાં ઉઘરાવતો હોવાની ફરિયાદ અમદાવાદ એસીબીના  અધિકારીઓને મળી હતી. જેમાં તેણે એક સફાઇ કામદારને ખાડિયા વોર્ડની હેલ્થ વિભાગની ઓફિસમાં મળીને કહ્યું હતું કે મારે તમામ સફાઇ કામદાર પાસેથી  બોનસમાં જમા થતા નાણાંમાંથી કામદાર દીઠ રૂપિયા ૧૬૦૦ લેવાના છે. જે અધિકારીઓની મિઠાઇ માટેના છે.

સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતા વ્યક્તિને સફાઇ કામદારોને મળતા દિવાળીના બોનસમાંથી રૂપિયા ૧૬૦૦નો તોડ કરતા ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મુખ્ય સફાઇ કામદાર તરીકે નોકરી કરતો ભરત કટકીયા  તેના સુપરવિઝન નીચે આવતા કામદોરાને અધિકારીઓની મિઠાઇ લેવાના નામે બોનસમાંથી નાણાં ઉઘરાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા કાયમી સફાઇ કામદારોને  મળતા દિવાળી બોનસમાંથી તેમના સુપરવાઇઝર એટલે મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતો  ભરત કટકીયા નાણાં ઉઘરાવતો હોવાની ફરિયાદ અમદાવાદ એસીબીના  અધિકારીઓને મળી હતી.

જેમાં તેણે એક સફાઇ કામદારને ખાડિયા વોર્ડની હેલ્થ વિભાગની ઓફિસમાં મળીને કહ્યું હતું કે મારે તમામ સફાઇ કામદાર પાસેથી  બોનસમાં જમા થતા નાણાંમાંથી કામદાર દીઠ રૂપિયા ૧૬૦૦ લેવાના છે. જે અધિકારીઓની મિઠાઇ માટેના છે.