Ahmedabad: ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો, ખોટા-રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવતા

ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ મોતકાંડમાં PMJAYનો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, મોતની સર્જરી કરતી ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનો ખુલાસો થયો છે. PMJAY દ્વારા 16 કરોડથી વધુ રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામા આવી છે.  ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.ખ્યાતિ હોસ્પિટલ વારંવાર ઈમરજન્સીમા મંજુરી મેળવતા હોવા છતા આરોગ્ય વિભાગે તપાસ કેમ ન કરી તે એક જનતાનો સવાલ છે. જોકે દર્દીઓના ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગ પાસે હોસ્પિટલમાં રહેલા દર્દીઓની સારવાર અંગેની સત્તા હોવા છતાં નિદ્રાધીન કેમ રહી તેવા દર્દીઓના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે. PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામા આવે છે.  ડોક્ટરો માત્ર મંજુરી આપે છે, પરંતુ તપાસ કેમ નહી કરી તેનો કોઈ જવાબ હાલ મળી રહ્યો નથી. વારંવાર મંજૂરી મેળવતા હોવા છતાં તંત્ર નિદ્રાધીન રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.

Ahmedabad: ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો, ખોટા-રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ મોતકાંડમાં PMJAYનો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. 

મળતી માહિતી મુજબ, મોતની સર્જરી કરતી ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનો ખુલાસો થયો છે. PMJAY દ્વારા 16 કરોડથી વધુ રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામા આવી છે.  ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.

ખ્યાતિ હોસ્પિટલ વારંવાર ઈમરજન્સીમા મંજુરી મેળવતા હોવા છતા આરોગ્ય વિભાગે તપાસ કેમ ન કરી તે એક જનતાનો સવાલ છે. જોકે દર્દીઓના ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગ પાસે હોસ્પિટલમાં રહેલા દર્દીઓની સારવાર અંગેની સત્તા હોવા છતાં નિદ્રાધીન કેમ રહી તેવા દર્દીઓના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે. PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામા આવે છે.  ડોક્ટરો માત્ર મંજુરી આપે છે, પરંતુ તપાસ કેમ નહી કરી તેનો કોઈ જવાબ હાલ મળી રહ્યો નથી. વારંવાર મંજૂરી મેળવતા હોવા છતાં તંત્ર નિદ્રાધીન રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.