Gandhinagarના પીપળજ ગામ પાસે દીપડો દેખાયો હોવાની ઉઠી લોકચર્ચા, ગામમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો હોવાની ગ્રામજનો ચર્ચા કરી રહ્યાં છે,રાત્રીના સમયે આ દીપડો દેખાયો હોવાની વાત સામે આવતા ગ્રામજનોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો.ગામના એક વ્યકિત દ્રારા દીપડાનો ફોટો વાયરલ થતા વન વિભાગે તપાસ હાથધરી છે,સંદેશ ન્યૂઝ આ સમાચારની પૃષ્ઠી નથી કરતું,અને વન વિભાગને પણ હજી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચા સામાન્ય રીતે દીપડો અરવલ્લી,ઓલપાડ અને સૌરાષ્ટ્ર તરફ જોવા મળે છે પરંતુ કયારેય ગાંધીનગરમાં જોવા મળ્યો નથી,ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચાએ જોર ઉપાડયું છે,વન વિભાગની ટીમે જંગલ તેમજ આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે,પરંતુ હજીસુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી,દીપડો જ હતો કે દીપડા જેવું કોઈ અન્ય પ્રાણી તેને લઈ હજી વન વિભાગનું કોઈ નિવેદન સામે આવ્યું નથી,ત્યારે વન વિભાગની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું. વન વિભાગે હાથધરી તપાસ ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ હાથધરી હતી અને દીપડાના પગલાના નિશાન શોધવા મહેનત કરી હતી,ત્યારે અલગ-અલગ વન વિભાગની ટીમ દીપડાને શોધવા માટે કામે લાગી ગઈ છે,ત્યારે દીપડો છે કે અન્ય કોઈ પ્રાણી છે તે તો વન વિભાગ કહેશે પછી જ ખબર પડશે,ગામમાં લોકોના ટોળા એકઠા થયા છે અને ભયનો માહોલ જોવા મળ્યો છે.ત્યારે વન વિભાગ પણ હાલના તબક્કે કઈ કહેવા માટે તૈયાર નથી. વર્ષ 2022માં દીપડો ગાંધીનગરમાં દેખાયો હતો તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ ગાંધીનગરમાં ફરીથી દીપડો દેખાયો હોય તેવા સમાચાર વહેતા થયા હતા. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કની આસપાસ મોડી રાત્રે પસાર થતાં પોલીસ જવાન દ્વારા પોલીસ વિભાગને આ જાણ કરતા ગાંધીનગરમાં દીપડો પ્રવેશ્યા હોવાના સમાચાર પૂરજોસમાં પાટનગરમાં ફેલાઈ ગયા હતા. આ મામલે વન વિભાગને જાણ થતા ની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઇન્દ્રોડા પાર્ક અને તેની પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે તપાસ હાથધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો હોવાની ગ્રામજનો ચર્ચા કરી રહ્યાં છે,રાત્રીના સમયે આ દીપડો દેખાયો હોવાની વાત સામે આવતા ગ્રામજનોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો.ગામના એક વ્યકિત દ્રારા દીપડાનો ફોટો વાયરલ થતા વન વિભાગે તપાસ હાથધરી છે,સંદેશ ન્યૂઝ આ સમાચારની પૃષ્ઠી નથી કરતું,અને વન વિભાગને પણ હજી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચા
સામાન્ય રીતે દીપડો અરવલ્લી,ઓલપાડ અને સૌરાષ્ટ્ર તરફ જોવા મળે છે પરંતુ કયારેય ગાંધીનગરમાં જોવા મળ્યો નથી,ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચાએ જોર ઉપાડયું છે,વન વિભાગની ટીમે જંગલ તેમજ આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે,પરંતુ હજીસુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી,દીપડો જ હતો કે દીપડા જેવું કોઈ અન્ય પ્રાણી તેને લઈ હજી વન વિભાગનું કોઈ નિવેદન સામે આવ્યું નથી,ત્યારે વન વિભાગની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું.
વન વિભાગે હાથધરી તપાસ
ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ હાથધરી હતી અને દીપડાના પગલાના નિશાન શોધવા મહેનત કરી હતી,ત્યારે અલગ-અલગ વન વિભાગની ટીમ દીપડાને શોધવા માટે કામે લાગી ગઈ છે,ત્યારે દીપડો છે કે અન્ય કોઈ પ્રાણી છે તે તો વન વિભાગ કહેશે પછી જ ખબર પડશે,ગામમાં લોકોના ટોળા એકઠા થયા છે અને ભયનો માહોલ જોવા મળ્યો છે.ત્યારે વન વિભાગ પણ હાલના તબક્કે કઈ કહેવા માટે તૈયાર નથી.
વર્ષ 2022માં દીપડો ગાંધીનગરમાં દેખાયો હતો તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ
ગાંધીનગરમાં ફરીથી દીપડો દેખાયો હોય તેવા સમાચાર વહેતા થયા હતા. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કની આસપાસ મોડી રાત્રે પસાર થતાં પોલીસ જવાન દ્વારા પોલીસ વિભાગને આ જાણ કરતા ગાંધીનગરમાં દીપડો પ્રવેશ્યા હોવાના સમાચાર પૂરજોસમાં પાટનગરમાં ફેલાઈ ગયા હતા. આ મામલે વન વિભાગને જાણ થતા ની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઇન્દ્રોડા પાર્ક અને તેની પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે તપાસ હાથધરી હતી.