Amreli: રાજૂલામાં ધોધમાર 1 ઈંચ વરસાદ, ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ
અમરેલીના રાજૂલામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજૂલામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ડુંગરમાં વરસાદ વરસવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ છે. પાટણમાં ભારે વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું ગઈકાલે પાટણમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લો પહેલાથી જ ખેતી તેમજ પશુપાલક પર આધારિત છે, ત્યારે ચાલુ ચોમાસે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ બાદ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોની આશાઓ પર જાણે કે પાણી ફેરવ્યું હોય એ પ્રમાણે બેહાલ કર્યા છે, જ્યાં જમીન ત્યાં જળ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તમામ પાક પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો તમામ ખર્ચ અને કાળી મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જવા પામી છે, ત્યારે રાધનપુર તાલુકાના છાણીયાથર ગામના ખેડૂતો આજે પાણીથી તળબોર ખેતરમાં ઉભા રહી સત્વરે સરકાર પાસે સર્વે કરી પાક નુકસાનીની સહાય આપવા માગ કરી રહ્યા છે. ગઈકાલે સુરતમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ ગઈકાલે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત મનપાના સાત ઝોનમાં વરસાદ વરસ્યો હતો. શહેરના સરથાણા, અમરોલી, સચીન રાંદેર, ડભોલી, મજુરા, જહાંગીરપુરા, વરિયાવ, ઉધના, વરાછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના આગમન સાથે વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 18થી 21 સપ્ટેમ્બર સુધીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસવાની શક્યતાઓ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના રાજૂલામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજૂલામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.
ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ
રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ડુંગરમાં વરસાદ વરસવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ છે.
પાટણમાં ભારે વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
ગઈકાલે પાટણમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લો પહેલાથી જ ખેતી તેમજ પશુપાલક પર આધારિત છે, ત્યારે ચાલુ ચોમાસે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ બાદ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોની આશાઓ પર જાણે કે પાણી ફેરવ્યું હોય એ પ્રમાણે બેહાલ કર્યા છે, જ્યાં જમીન ત્યાં જળ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તમામ પાક પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો તમામ ખર્ચ અને કાળી મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જવા પામી છે, ત્યારે રાધનપુર તાલુકાના છાણીયાથર ગામના ખેડૂતો આજે પાણીથી તળબોર ખેતરમાં ઉભા રહી સત્વરે સરકાર પાસે સર્વે કરી પાક નુકસાનીની સહાય આપવા માગ કરી રહ્યા છે.
ગઈકાલે સુરતમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ
ગઈકાલે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત મનપાના સાત ઝોનમાં વરસાદ વરસ્યો હતો. શહેરના સરથાણા, અમરોલી, સચીન રાંદેર, ડભોલી, મજુરા, જહાંગીરપુરા, વરિયાવ, ઉધના, વરાછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના આગમન સાથે વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 18થી 21 સપ્ટેમ્બર સુધીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસવાની શક્યતાઓ છે.