AMCએ શહેરમાં ન્યુસન્સ પોઈન્ટ પર લગાવેલા 80 ટકા કેમેરા બંધ હાલતમાં
ન્યુસન્સ પોઈન્ટ પર લગાવવામાં આવેલા સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા283 પૈકી 270 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા AMCનો2.40 કરોડનો ખર્ચ પાણીમાં ગયો અમદાવાદ શહેરમાં શહેરીજનોની સુરક્ષા માટે વિવિધ કામગીરી AMC દ્વારા કરવામાં આવે છે, ત્યારે AMC દ્વારા શહેરમાં તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે પણ સ્થિતિ એવી છે કે ઘણા વિસ્તારમાં આ સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 283 ન્યુસન્સ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા AMC દ્વારા નક્કી કરેલા નક્કી કરેલા ન્યુસન્સ પોઈન્ટ પર લગાવવામાં આવેલા સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે લોકોની સુરક્ષા સામે પણ મોટો સવાલ છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 283 ન્યુસન્સ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા, જ્યાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારે આવા પોઈન્ટ પર વોચ રાખવા 283 પૈકી 270 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ ત્યારે હવે સ્થિતિ એવી છે કે આ 270 સીસીટીવી કેમેરામાંથી માત્ર 50 સીસીટીવી કેમેરા જ ચાલુ હાલતમાં છે, અન્ય 220 કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે AMCએ 2.40 કરોડનો ખર્ચ કર્યો છે પણ આ ખર્ચ માથે પડ્યો છે અને શહેરીજનોના ટેક્સના પૈસાનો વેડફાટ AMC કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે કેમેરા બંધ હાલતમાં છે તો AMC કોને દંડશે? અગાઉ પણ કેટલીક વખત કેમેરા બંધ હોવાની રજૂઆત કરાઈ પણ કોઈ નિવારણ આવ્યું નહીં એક તરફ અમદાવાદને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પાછળ AMC ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ પર નજર રાખવા માટે જે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તે બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના અનેક આંધળા બનેલા કેમેરાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી છતાં આંખ આડા કાન કરાતા હોવા મુદ્દે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ન્યુસન્સ પોઈન્ટ પર લગાવવામાં આવેલા સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા
- 283 પૈકી 270 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા
- AMCનો2.40 કરોડનો ખર્ચ પાણીમાં ગયો
અમદાવાદ શહેરમાં શહેરીજનોની સુરક્ષા માટે વિવિધ કામગીરી AMC દ્વારા કરવામાં આવે છે, ત્યારે AMC દ્વારા શહેરમાં તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે પણ સ્થિતિ એવી છે કે ઘણા વિસ્તારમાં આ સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 283 ન્યુસન્સ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા
AMC દ્વારા નક્કી કરેલા નક્કી કરેલા ન્યુસન્સ પોઈન્ટ પર લગાવવામાં આવેલા સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે લોકોની સુરક્ષા સામે પણ મોટો સવાલ છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 283 ન્યુસન્સ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા, જ્યાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારે આવા પોઈન્ટ પર વોચ રાખવા 283 પૈકી 270 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.
લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ
ત્યારે હવે સ્થિતિ એવી છે કે આ 270 સીસીટીવી કેમેરામાંથી માત્ર 50 સીસીટીવી કેમેરા જ ચાલુ હાલતમાં છે, અન્ય 220 કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે AMCએ 2.40 કરોડનો ખર્ચ કર્યો છે પણ આ ખર્ચ માથે પડ્યો છે અને શહેરીજનોના ટેક્સના પૈસાનો વેડફાટ AMC કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે કેમેરા બંધ હાલતમાં છે તો AMC કોને દંડશે?
અગાઉ પણ કેટલીક વખત કેમેરા બંધ હોવાની રજૂઆત કરાઈ પણ કોઈ નિવારણ આવ્યું નહીં
એક તરફ અમદાવાદને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પાછળ AMC ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ પર નજર રાખવા માટે જે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તે બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના અનેક આંધળા બનેલા કેમેરાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી છતાં આંખ આડા કાન કરાતા હોવા મુદ્દે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.