Banaskanthaના Ambaji મંદિરમાં દિવાળીના સમય દરમિયાન 12 લાખથી વધુ ભકતોએ કર્યા દર્શન

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભર થી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દીવાળી વેકેશનમાં ભકતો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા. યાત્રિકોની સંખ્યામાં થયો વધારો પ્રવાસન સ્થળ તરીકે દેશ વિદેશના સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોર્ટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે.દિવાળીના તહેવાર દરિમયાન 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર 15 દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યાં હતા.13 લાખથી વધુ દેશ વિદેશના ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા.કચ્છમાં રણોત્સવ શરૂ, 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા પણ હોટ ફેવરિટ બન્યુ હતુ.અંબાજી,ગબ્બર અને રોપવે મા પણ 12 લાખ કરતાં વઘુ ભકતો દીવાળી વેકેશન દરમિયાન આવ્યા હતા. અંબાજી ખાતે આવનારા સમયમાં શક્તિ કોરીડોર બની રહ્યો છે જે બાદ યાત્રિકોની સંખ્યામા હજુ પણ ભારે વધારો થશે. પ્રવાસન સ્થળ અને પ્રવાસીઓની સંખ્યા 01-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો પ્રવાસીઓની સંખ્યા - 4,90,151 02-અટલ બ્રિજ પ્રવાસીઓની સંખ્યા - 1,77,060 03-રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક પ્રવાસીઓની સંખ્યા - 16,292 04-કાંકરિયા તળાવ પ્રવાસીઓની સંખ્યા - 5,95,178 05-પાવગઢ મંદિર અને રોપવે સુવિધા પ્રવાસીઓની સંખ્યા - 8,92,126 06-અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય પ્રવાસીઓની સંખ્યા - 12,08,273 07-ગીરનાર રોપવે પ્રવાસીઓની સંખ્યા - 1,05,092 08-સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત) પ્રવાસીઓની સંખ્યા - 1,02,438 09-વડનગર આકર્ષણો પ્રવાસીઓની સંખ્યા - 74,189 10-સોમનાથ મંદિર પ્રવાસીઓની સંખ્યા - 8,66,720 11-દ્વારકા મંદિર પ્રવાસીઓની સંખ્યા - 13,43,390 12-નડાબેટ પ્રવાસીઓની સંખ્યા - 64,745 13-મોઢેરા સૂર્ય મંદિર પ્રવાસીઓની સંખ્યા - 45,375 14-સ્મૃતિવન સ્મારક, ભુજ પ્રવાસીઓની સંખ્યા - 45,527 15-ગીર જંગલ સફારી + દેવળીયા જીપ અને બસ સફારી પ્રવાસીઓની સંખ્યા - 1,13,681 16-દાંડી સ્મારક પ્રવાસીઓની સંખ્યા - 30,479 કુલ પ્રવાસીઓની સંખ્યા 61,70,716 કચ્છમાં રણોત્સવ શરૂ, 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે. G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.  

Banaskanthaના Ambaji મંદિરમાં દિવાળીના સમય દરમિયાન 12 લાખથી વધુ ભકતોએ કર્યા દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભર થી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દીવાળી વેકેશનમાં ભકતો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા.

યાત્રિકોની સંખ્યામાં થયો વધારો

પ્રવાસન સ્થળ તરીકે દેશ વિદેશના સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોર્ટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે.દિવાળીના તહેવાર દરિમયાન 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર 15 દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યાં હતા.13 લાખથી વધુ દેશ વિદેશના ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા.કચ્છમાં રણોત્સવ શરૂ, 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા પણ હોટ ફેવરિટ બન્યુ હતુ.અંબાજી,ગબ્બર અને રોપવે મા પણ 12 લાખ કરતાં વઘુ ભકતો દીવાળી વેકેશન દરમિયાન આવ્યા હતા. અંબાજી ખાતે આવનારા સમયમાં શક્તિ કોરીડોર બની રહ્યો છે જે બાદ યાત્રિકોની સંખ્યામા હજુ પણ ભારે વધારો થશે.

પ્રવાસન સ્થળ અને પ્રવાસીઓની સંખ્યા

01-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો

પ્રવાસીઓની સંખ્યા - 4,90,151

02-અટલ બ્રિજ

પ્રવાસીઓની સંખ્યા - 1,77,060

03-રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક

પ્રવાસીઓની સંખ્યા - 16,292

04-કાંકરિયા તળાવ

પ્રવાસીઓની સંખ્યા - 5,95,178

05-પાવગઢ મંદિર અને રોપવે સુવિધા

પ્રવાસીઓની સંખ્યા - 8,92,126

06-અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય

પ્રવાસીઓની સંખ્યા - 12,08,273

07-ગીરનાર રોપવે

પ્રવાસીઓની સંખ્યા - 1,05,092

08-સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત)

પ્રવાસીઓની સંખ્યા - 1,02,438

09-વડનગર આકર્ષણો

પ્રવાસીઓની સંખ્યા - 74,189

10-સોમનાથ મંદિર

પ્રવાસીઓની સંખ્યા - 8,66,720

11-દ્વારકા મંદિર

પ્રવાસીઓની સંખ્યા - 13,43,390

12-નડાબેટ

પ્રવાસીઓની સંખ્યા - 64,745

13-મોઢેરા સૂર્ય મંદિર

પ્રવાસીઓની સંખ્યા - 45,375

14-સ્મૃતિવન સ્મારક, ભુજ

પ્રવાસીઓની સંખ્યા - 45,527

15-ગીર જંગલ સફારી + દેવળીયા જીપ અને બસ સફારી

પ્રવાસીઓની સંખ્યા - 1,13,681

16-દાંડી સ્મારક

પ્રવાસીઓની સંખ્યા - 30,479

કુલ પ્રવાસીઓની સંખ્યા 61,70,716

કચ્છમાં રણોત્સવ શરૂ, 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી

દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.

G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.