Visnagar અને Vadodaraમાં બે જૂથો વચ્ચે અથડામણ, 3 લોકો થયા ઈજાગ્રસ્ત
વિસનગરના કમાણામાં બે જૂથો વચ્ચે અથડામણ થયું છે. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે બે જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો અને આ પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડાયા બે જૂથ વચ્ચે અથડામણમાં બાઈક અને મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા અને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેના કારણે ફરી બંને જૂથો વચ્ચે કોઈ અથડામણ ના સર્જાય. જો કે પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ મામલે 7 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વડોદરાના કાલુપુરા વિસ્તારમાં બે જૂથના ટોળા વચ્ચે મારામારી ત્યારે બીજી તરફ સંસ્કારી નગરી વડોદરાના કાલુપુરા વિસ્તારમાં પણ અથડામણની ઘટના સામે આવી છે. વડોદરામાં સાયકલ ચલાવવા મુદ્દે બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને બે જૂથના ટોળા વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઘટનાની અંગેની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે આ મામલે 4 જેટલા શખ્સની સ્થળ પરથી ધરપકડ પણ કરી લીધી છે. અમદાવાદની વધુ એક સોસાયટીમાં મારામારી અમદાવાદમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદની વધુ એક સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો છે. શહેરના સરદારનગરની નીલકંઠ સોસાયટીમાં મારામારી થઈ હતી. પાર્કિંગ મુદ્દે લાકડીઓ સાથે રહીશો વચ્ચે મારામારીની ઘટના બની હતી અને જાહેરમાં મારામારી કરતાં શખ્સોના CCTV પણ વાયરલ થયા હતા. જો કે મારામારીની ઘટના મુદ્દે પોલીસે નિવેદન આપતા કહ્યું કે આખી ઘટનામાં બુટલેગરની કોઈ વાત નથી, ગાડી પાર્કિંગ મુદ્દે સોસાયટીમાં બબાલ થઈ હતી. આરોપી નીલકંઠ ફ્લેટમાં જ રહે છે અને બબાલ થતાં આરોપીએ તેના અન્ય મિત્રોને બોલાવ્યા હતા. જો કે ઘટના બાદથી આરોપીઓ ફરાર છે અને તેમની પકડી લેવા માટે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિસનગરના કમાણામાં બે જૂથો વચ્ચે અથડામણ થયું છે. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે બે જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો અને આ પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડાયા
બે જૂથ વચ્ચે અથડામણમાં બાઈક અને મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા અને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેના કારણે ફરી બંને જૂથો વચ્ચે કોઈ અથડામણ ના સર્જાય. જો કે પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ મામલે 7 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
વડોદરાના કાલુપુરા વિસ્તારમાં બે જૂથના ટોળા વચ્ચે મારામારી
ત્યારે બીજી તરફ સંસ્કારી નગરી વડોદરાના કાલુપુરા વિસ્તારમાં પણ અથડામણની ઘટના સામે આવી છે. વડોદરામાં સાયકલ ચલાવવા મુદ્દે બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને બે જૂથના ટોળા વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઘટનાની અંગેની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે આ મામલે 4 જેટલા શખ્સની સ્થળ પરથી ધરપકડ પણ કરી લીધી છે.
અમદાવાદની વધુ એક સોસાયટીમાં મારામારી
અમદાવાદમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદની વધુ એક સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો છે. શહેરના સરદારનગરની નીલકંઠ સોસાયટીમાં મારામારી થઈ હતી. પાર્કિંગ મુદ્દે લાકડીઓ સાથે રહીશો વચ્ચે મારામારીની ઘટના બની હતી અને જાહેરમાં મારામારી કરતાં શખ્સોના CCTV પણ વાયરલ થયા હતા. જો કે મારામારીની ઘટના મુદ્દે પોલીસે નિવેદન આપતા કહ્યું કે આખી ઘટનામાં બુટલેગરની કોઈ વાત નથી, ગાડી પાર્કિંગ મુદ્દે સોસાયટીમાં બબાલ થઈ હતી. આરોપી નીલકંઠ ફ્લેટમાં જ રહે છે અને બબાલ થતાં આરોપીએ તેના અન્ય મિત્રોને બોલાવ્યા હતા. જો કે ઘટના બાદથી આરોપીઓ ફરાર છે અને તેમની પકડી લેવા માટે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.